Sunday, 6 October 2019

શાઓમીનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘રેડમી 8’ આગામી 9 ઓક્ટોબરે લોન્ચ થશે

ગેજેટ ડેસ્કઃ શાઓમી તેના લેટેસ્ટ સ્માર્ટફોન રેડમી 8ને આગામી 9 ઓક્ટોબરે ભારતમાં લોન્ચ કરશે. ફ્લિપકાર્ટ પર આ ફોનનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4,000 mAhથી પણ વધારે બેટરી આપવામાં આવી શકે છે.

આ ફોનમાં 2 રિઅર કેમેરા આપવામાં આવશે. આ ફોનમાં ફ્લેગશિપ સોની પ્રાઈમરી સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ઇન્ડસ્ટ્રી લીડીંગ એજ ડિટેક્શન અને સ્કિન ટોન મેપિંગ ફીચર પણ આપવામાં આવશે.

આ ફોનની ફ્રન્ટ પેનલમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવશે. ફોનની બેક પેનલમાં ઑરા મિરર ડિઝાઇન અને ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ગ્રેડિઅન્ટ ફિનિશિંગ પણ આપવામાં આવી શકે છે. આ ફોન સંપૂર્ણ રીતે સ્પ્લેશ રઝિસ્ટન્ટસ હશે.

જોકે આ ફોનના વેરિઅન્ટ અને તેની કિંમત વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી. આ ફોનમાં ઓક્ટાકોર કવૉલકોમ સ્નેપડ્રેગન 439 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ ફોન એન્ડ્રોઇડ 9 પાઇ સાથે MIUI 10.0.1.3 પર રન કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi's latest smartphone 'Redmi 8' will launch on October 9


from Divya Bhaskar https://ift.tt/2LO7yoL

No comments:

Post a Comment