Monday, 7 October 2019

‘વન પ્લસ 7T પ્રો’ ભારતમાં 10 ઓક્ટોબરે લોન્ચ થશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ સ્માર્ટફોન મેકર ‘વનપ્લસ’ ભારતમાં ‘વનપ્લસ 7T’ સિરીઝને આગળ વધારવાની તૈયારીમાં છે. કંપનીએ ટ્વીટ કરીને તેની માહિતી શેર કરી છે. 10 ઓક્ટોબરે 7Tના સિરીઝને લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સિરીઝનો સ્માર્ટફોન ‘વનપ્લસ 7T પ્રો’ હોઈ શકે છે. એમેઝોન પર તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

કંપનીની ટ્વીટ અનુસાર ભારતમાં પણ આ અપડેટેડ ફોનને 10 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે. આ ફોનના ફ્રોસ્ટેડ સિલ્વર અને ગ્લેશિયર બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. એમેઝોનના ટીઝર મુજબ આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા વિથ ફ્લેશ લાઈટ સેટઅપ આપવામાં આવશે.

આ ફોનમાં 6.65 ઇંચની AMOLED ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર હોઈ શકે છે. ફોનમાં એન્ડ્રોઈડના લેટેસ્ટ વર્ઝન આધારિત ‘ઓક્સિજન એન્ડ્રોઇડ 10’ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે. આ ફોનમાં 8 GB ની રેમ અને 128 GB તેમજ 258 GB સ્ટોરેજ આપવામાં આવશે. ફોનમાં 48 MP, 8 MP અને 16 MPનું ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. ફોનમાં 4,085 mAhની બેટરી પણ આપવામાં આવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The OnePlus 7T Pro will launch in India on October 10


from Divya Bhaskar https://ift.tt/2Vl4Gmh

No comments:

Post a Comment