Monday, 7 October 2019

ઇન્સ્ટાગ્રામે AR બેઝ્ડ શોપિંગ ફીચર રિલીઝ કર્યું, પ્રોડક્ટની ખરીદી પહેલાં ટ્રાયલ કરી શકાશે

ગેજેટ ડેસ્કઃ ફોટો શૅરિંગ-મેસેજિંગ એપ ઇન્સ્ટાગ્રામ હવે શોપિંગ ડેસ્ટિનેશન પણ બની રહ્યું છે. કેટલીક બ્રાન્ડ ઇન્સ્ટાગ્રામનો પ્રોડક્ટ પ્રમોશન પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરે છે. તેને જોઈને કંપનીએ ઇન્સ્ટાગ્રામમાં AR (ઓગમેન્ટેડ રિયાલિટી) ટેક્નોલોજી યુક્ત શોપિંગ ફીચર ઉમેર્યું છે. તેની મદદથી ઇન્સ્ટાગ્રામ પર કંપની પોતાની પ્રોડકટ પર AR ટ્રાય ઓન ફીચર એડ કરી શકશે. તેની મદદથી ગ્રાહકો પ્રોડક્ટ લેતાં પહેલાં તેની ટ્રાયલ પણ લઇ શકશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફીચર શરૂઆતમાં કેટલીક બ્રાન્ડ માટે જ રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં કોસ્મેટિક અને આઇવેર બ્રાન્ડ્સ સામેલ છે. અન્ય પ્રોડક્ટ્સ માટે તેને થોડાં સમય પછી લોન્ચ કરવામાં આવશે.

ઇન્સ્ટાગ્રામના યુઝર AR ટેક્નોલોજીની મદદથી પ્રોડકટને આર્ટિફિશિયલ રીતે પોતાના પર અજમાવીને તેનો લુક જોઈ શકશે. યુઝર ટ્રાયલ કર્યાં પછી પ્રોડક્ટ્સ સાથેનો એક્સપિરિયન્સ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તરીકે શેર કરી શકશે. તેની પાછળ પ્રોડક્ટના પેજની લિંક પણ અટેચ કરવામાં આવશે.

તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામે સ્ટેન્ડ અલોન એપ ‘થ્રેડ’ લોન્ચ કરી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર નજીકના મિત્રો સાથે વાતચીત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેની મદદથી યુઝર માત્ર તેના નજીકના મિત્રો સાથે સ્ટોરી પણ શેર કરી શકે છે. આ સ્ટોરીમાં યુઝર ઇન્સ્ટાગ્રામનાં ટેક્સ્ટ ફોટો-વીડિયો મેસેજ અને ઈમોજી ક્રિએટિવ ટૂલનો ઉપયોગ કરી શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Instagram Releases AR Based Shopping Feature, Can Be Trialed Before Product Purchase


from Divya Bhaskar https://ift.tt/2IwaQed

No comments:

Post a Comment