Thursday, 17 October 2019

સેમસંગ દિવાળી સેલ શરૂ થયો, HDFCનાં કાર્ડથી ખરીદી કરવાથી સ્માર્ટફોન પર 10%નું કેશબેક

ગેજેટ ડેસ્કઃ સેમસંગ ઇન્ડિયા દ્વારા 16 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી ‘દિવાળી સેલ’ શરૂ કરવામાં આવ્યો છે. આ સેલમાં ગેલેક્સી સિરીઝના સ્માર્ટફોન પર 10%નું કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ કેશબેક HDFCનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ પર આપવામાં આવશે. આ ઓફરનો ફાયદો લેવા માટે ગ્રાહકે ફોનનું સંપૂર્ણ પેમેન્ટ એકસાથે કરવાનું રહેશે. પેમેન્ટ પછી ઓફર પૂરી થયા બાદ 90 દિવસની અંદર કેશબેક આપવામાં આવશે.

કેશબેક

  • સેમસંગ ગેલેક્સી M20 (32GB, 64GB)
  • સેમસંગ ગેલેક્સી M30 (32GB, 64GB, 128GB)
  • સેમસંગ ગેલેક્સી M30s (32GB, 64GB, 128GB)
  • સેમસંગ ગેલેક્સી નોટ9 (128GB)
  • સેમસંગ ગેલેક્સી S9 (64GB)
  • ગેલેક્સી M10s
  • સેમસંગ ગેલેક્સી નોટ 10

ઉપરોક્ત તમામ ફોનની ખરીદી આ સેલ દરમિયાન HDFCના ક્રેડિટ/ડેબિટ કાર્ડથી કરવાથી 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ ઓફરનો ફાયદો સ્માર્ટફોનની ખરીદી સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ www.samsung.com પરથી કરવાથી જ મળશે. ફોનની ખરીદી પછી અને ઓફરનો સમયગાળો પૂરો થયા પછી 90 દિવસની અંદર બેંક અકાઉન્ટમાં કેશબેકની રકમ જમા થશે.

કેશબેકના નિયમ

  • કેશબેક ઓફરનો ફાયદો કોર્પોરેટ કાર્ડ પર નહીં મળે.
  • 1 કાર્ડથી એક ફોનની ખરીદી કરી શકાશે અને એક જ વાર કેશબેક મળશે.
  • 25 ઓક્ટોબર પછીની ખરીદી પર કોઈ પણ કેશબેક આપવામાં આવશે નહીં.

આ સેલ દરમિયાન 16 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીમાં સેમસંગ ગેલેક્સી નોટ10/10+ની ખરીદી HDFCનાં ક્રેડિટ કાર્ડથી ફુલ સ્વાઇપ અથવા EMIથી કરવાથી 6,000 રૂપિયાનું કેશબેક પણ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung Diwali sale launches, 10% cashback on smartphone with HDFC card purchase


from Divya Bhaskar https://ift.tt/2Bm562N

No comments:

Post a Comment