
ગેજેટ ડેસ્ક: કોઈ પણ તહેવાર હોય તેની મૂવમેન્ટ્સ કેમેરામાં કેદ કર્યાં વગર તેની મજા અધૂરી રહી જાય છે. દિવાળીના તહેવારમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે આ ઉત્સાહને યાદગાર રાખવા માટે ફોનમાં તસવીરો લેવાનું વલણ વધી ગયું છે. કોઈ પણ સ્માર્ટફોનમાં કેટલીક ટિપ્સ અને ટ્રિક્સની મદદથી સામાન્ય કરતાં વધારે સારી ફોટોગ્રાફી કરી શકાય છે તો પેશ છે કેમેરાની ટિપ્સ જેનાથી ફોટોને વેલ્યબએબલ બનાવી શકાય છે.
1. ઓછા પ્રકાશમાં ફોટો પાડતી વખતે વ્હાઈટ બેલેન્સને એડજસ્ટ કરો. દિવાળી માટે વોર્મર ટોનનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે.
2. એક્પોઝર એડજસ્ટ કરો. શટર સ્પીડ અને આઇએસઓ સેટિંગ્સ પર નજર રાખો. પહેલાથી જ બહુ લાઇટ આસપોસ હોય તો આઇએસઓનાં લેવલને ઓછું કરવું સારું રહેશે. આ રીતે સેટિંગ્સની સુવિધા ઘણા ફોનમાં હોય છે.
3. મોટાભાગે ફોટોગ્રાફી રાત્રે થાય છે એટલે ઓછી લાઇટમાં સારા ફોટાની પ્રથમ શરત એ છે કે તમારા હાથ સ્થિર હોવા જોઇએ. હવે સ્માર્ટફોન્સમાં ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબલાઇઝેશન ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઇઝેશન (ઓઆઇએસ) પણ હોય છે. તેમ છતાં હાથ સ્થિર
હોય તો રિઝલ્ટ વધુ સારું આવશે.
4. કેમેરા એપના ફન્કશન્સ પ્રો મોડ, યુઝરને શટર સ્પીડ, વ્હાઇટ બેલેન્સ આઇઅએસઓને એડજસ્ટ કરવાની છુટ આપે છે. પ્રો મોડ નહીં હોય તો તમે કોઇ પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરી શકો છો. જેમાં આ મોડ સહેલાઇથી મળશે અને આતશબાજીની તસવીરો સારી રીતે લઇ શકશો.
5. ડિઝિટલ ઝૂમ તસવીરોને ખરાબ કરી શકે છે, તેનાથી બચવું જોઈએ. સામાન્ય મોડમાં જ તસવીર લો અને એડિટિંગના સમયે મનપસંદ ઓબજેક્ટને ક્રોપ કરો.
6. સ્માર્ટફોન આ મામલે ડીએસએલઆરથી આગળ છે કે તેમાં અલગ-અલગ પ્રકારનાં ફિલ્ટર્સ મળી જાય છે. તેનાથી તમે તસવીરોને એક્સ્ટ્રા ઇફેક્ટ અને મૂડ આપી શકો છો.
7. આતશબાજીની તસવીરો લેતી વખતે ફ્લેશ બંધ રાખો. ફ્લેશથી બ્લરી-હેઝી ઇમેજ આવી શકે છે. વાસ્તવમાં સ્માર્ટફોન ફ્લેશથી વાતાવરણની ભેજ અને સ્મોગ પણ શૉ થઇ જાય છે.
8. પોટ્રેટ મોડનો વધુ ઉપયોગ કરો. કારણ કે તેનાથી જ તમને સારી ડીપી મળશે. આ મોડ સારી લાઇટમાં સારું કામ કરે છે.
9. એડિટિંગ તો દરેક ફોટોગ્રાફમાં જરૂરી હોય છે. બ્રાઇટનેસ અને શાર્પનેસથીનાં સેટિંગમાં વધારે ચેડાં કરવા જોઇએ નહીં. તસવીર, નેચરલ જ લાગવી જોઇએ. ઇમેજને ક્રોપ પણ ત્યારે જ કરો જ્યારે બહુ જરૂરી હોય.
10. ફોટો પાડતી વખતે પોતાને અને ફોનને ફટાકડા અને દિવાથી દૂર રાખો. હિટથી સ્માર્ટફોનનું કેમેરા સેન્સર અને લેન્સ ડેમેજ થઇ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BGq3pn
No comments:
Post a Comment