
ગેજેટ ડેસ્ક: મોટોરોલા કંપનીએ ભારતમાં મોટો G8 પ્લસ ફોન લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 13,999 રૂપિયા છે. મિડ-રેન્જ જી સિરીઝના આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં ત્રણ રિઅર કેમેરા છે. રિઅર કેમેરામાં પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે. મોટોરોલા વન એક્શનની જેમ આ ફોનમાં પણ 16 મેગાપિક્સલનો એક્શન કેમેરા છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ માટે 15 વૉટ ટર્બોપાવર સપોર્ટ છે. આ ફોનમાં ક્વૉડ પીસકલ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. બ્રાઝિલના માર્કેટમાં મોટોરોલા કંપનીએ મોટો G8 પ્લસની સાથે Moto G8 Play અને Moto E6 Play ફોન પણ લોન્ચ કર્યો છે.
મોટો G8 પ્લસ ફોનનાં સ્પેસિફિકેશન
ડિસ્પ્લે | 6.30 ઇંચ Full HD |
પ્રોસેસર | ક્વોલકોમ સ્નેપડ્રેગન |
ફ્રન્ટ કેમેરા | 25 MP |
રિઅર કેમેરા | 48 MP+ 16 MP + 5 MP |
રેમ | 4 GB |
સ્ટોરેજ | 64 GB |
બેટરી | 4000 mAh |
ઓએસ | એન્ડ્રોઇડ 9 પાઇ |
રેઝોલ્યુશન | 1080 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31P7QAy
No comments:
Post a Comment