Saturday, 26 October 2019

ટ્વિટરએ દિવાળીના અવસરે નવી ઈમોજી લોન્ચ કરી, નોર્મલ અને ડાર્ક મોડમાં દીવડાની જયોત બદલાશે

ગેજેટ ડેસ્ક: માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરએ દિવાળીના અવસરે યુઝર્સ માટે નવી ઈમોજી લોન્ચ કરી છે. આ ઇમોજીમાં હેપી દિવાળી લખેલું છે સાથે તેમાં દીપક પણ આપવામાં આવ્યો છે. આ ઇમોજીને ડાર્ક અને લાઈટ મોડમાં અલગ અલગ જોઈ શકાય છે.

સામાન્ય મોડમાં આ ઇમોજીમાં દીપકની જ્યોત સામાન્ય જોવા મળશે જ્યારે ડાર્કમોડમાં દીપકની જ્યોતિ વધારે પ્રજ્વલિત થતી જોવા મળે છે.

ટ્વિટર ઇન્ડિયાના MD મનીષ મહેશ્વરી એ જણાવ્યું કે લોકોને વધારે ઇનોવેટિવ બનાવવા માટે અમે પ્રકાશના આ તહેવાર પર લાઈટ ઓન ઈમોજી રજૂ કર્યું છે. કંપની AMOLED ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન માટે લાઈટ આઉટ મોડ પણ રિલીઝ કરી ચૂકી છે. આ મોડને ઓન કરવાથી ફોનની બેટરી સેવ થાય છે અને આંખોને આરામ મળે છે. ટ્વિટર ઇન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર પેજ આ ઈમોજીને લઈને ટ્વીટ પણ કરવામાં આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Twitter launches new emoji on Diwali occasion, lights will change in normal and dark mode


from Divya Bhaskar https://ift.tt/2pWPZuk

No comments:

Post a Comment