
ગેજેટ ડેસ્કઃ : વિવોએ આદિવાળીના તહેવારમાં વિશેષ ઓફર જાહેર કરી છે. વિવોની આ વિશેષ ઓફર અંતર્ગત ગ્રાહકો 101 રૂપિયા આપીને નવો વિવો સ્માર્ટફોન ઘરે લાવી શકે છે. આ સિવાય વિવો દેશભરમાં તેના ઓફલાઈન સ્ટોર્સ પર ગ્રાહકોની સુવિધા માટે નો-કોસ્ટ EMI અને ઝીરો ડાઉન પેમેન્ટની સુવિધા પણ આપી રહી છે.
ગ્રાહક વિવોનાં સ્માર્ટફોનની ખરીદી કરતી વખતે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરે તો તેમને વિવો સ્માર્ટફોનની ખરીદીપર 10 ટકા સુધીનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. વિવો V17 પ્રો, વિવો V15 પ્રો અનેતાજેતરમાં લોન્ચ થયેલાં વિવો Z1X નાં 8 GB રેમનાં વેરિએન્ટ્સ સહિત અન્ય વિવો સ્માર્ટફોન્સ પર અનેક ડીલ્સ અને ઓફર આપવામાં આવી રહી છે.
કંપનીએ એક નિવેદનમાંજણાવ્યું છે કે આ વિશેષ ઓફર દેશભરનાં તમામ ઓફલાઈન સ્ટોર્સમાં 18 થી 31 ઓક્ટોબર સુધીચાલશે. આ સ્પેશિયલ ઓફર Vivo V17 Pro, Vivo V15 Pro, Vivo Z1xનાં 8 GB વેરિઅન્ટ પર ,Vivo V15, Vivo S1, Vivo Y17, Vivo Y15 અને VivoY12 સ્માર્ટફોન પર છે. આ ઓફર અંતર્ગત 101 રૂપિયાનું ડાઉનપેમેન્ટ કરીને ફોનની ખરીદી કરી શકાય છે.
101 રૂપિયાની ઓફર સાથે, એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસી દ્વારા 10% નું કેશબેક અને HDFC, ICICI બેંકનાંક્રેડિટ કાર્ડથી ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન્સ અને HDFC બેંક કન્ઝ્યુમરલોનના ઉપયોગ પર 5%નું કેશબેક આપવામાં આવી રહ્યું છે.EMIનો વિકલ્પ દર મહિને 926 રૂપિયાથી શરૂ થાય છે.
બજાજ ફિનસર્વ સર્વિસ દ્વારા પણ ઓફર આપવામાં આવી રહી છે. વિવો-Cashify અપગ્રેડ પ્રોગ્રામ દ્વારા વિવો V17 પ્રો અને વિવો S1 સાથે 1,999 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મેળવી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31ON6sw
No comments:
Post a Comment