ગેજેટ ડેસ્ક: ‘Huawei એન્જોય 10’ની રેન્ડર એટલે કે ગ્રાફિક્સથી બનેલી તસવીર લીક થઈ છે. આ તસવીરમાં ફોનમાં ફ્રંટ પેનલ પર વોટરડ્રોપ નોચને બદલે હોલ-પંચ ડિસ્પ્લે ડિઝાઇન જોવા મળી છે. એક ટેક્નોલોજી વેબસાઈટ પર આ ફોનના સ્પેસિફિકેશન લિસ્ટ કરવામાં આવ્યા છે.
ટેક્નોલોજી વેબસાઈટ ‘સ્લેશલીક્સ’ના ટ્વિટર પર પણ આ ફોનના સ્પેસિફિકેશન લીક કરવામાં આવ્યા છે. તેના રેન્ડરથી માલુમ પડે છે કે ફોનના પાછળના ભાગમાં LED લાઈટ સાથે 2 રિઅર કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનના રેડ અને ગ્રીનના 2 કલર વેરિઅન્ટ પણ જોવા મળે છે.
ફોનની લીક થયેલી તસવીરોમાં બેક પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળ્યું નથી તેથી આ ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર હોઈ શકે છે.
લીક થયેલાં આ ફોનના સ્પેસિફિકેશન મુજબ તેમાં 6.39 ઇંચની HD ડિસ્પ્લે અને ઓક્ટાકોર કિરિન 710 પ્રોસેસર આપવામાં આવશે. ફોનના ડ્યુઅલ કેમેરા સેટઅપમાં 48MPનો પ્રાઈમરી કેમેરા અને 8MPનો સેકન્ડરી કેમેરા આપવામાં આવશે. આ ફોનમાં 3900 mAhની બેટરી આપવામાં આવશે. જોકે આ ફોનની લોન્ચિંગ તારીખ અને કિંમત વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/357xiEe
No comments:
Post a Comment