
ગેજેટ ડેસ્કઃ ફોલ્ડેબલ સમાર્ટફોનની લોકપ્રિયતા જોઈને મંગળવારે સાઉથ કોરિયાઈ ટેક કંપની સેમસંગે તેના લેટેસ્ટ સ્માર્ટફોનનને રજૂ કર્યો છે. આ ફોનને સેમસંગ ડેવલપર્સ કોન્ફરન્સ 2019માં રજૂ કરવામાં આવ્યો છે. આ ફોનને હોરિઝોન્ટલી ફોલ્ડ કરી શકાય છે.
આ ફોન મોટોરોલાના ફોલ્ડેબલ ફોન 'રેઝર'ને ટક્કર આપશે. આ અગાઉ સેમસંગે 1,64,999 રૂપિયાની કિંમતનો સેમસંગ ગેલેક્સી ફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ ફોનને બુકની જેમ ફોલ્ડ કરી શકાય છે.
સેમસંગના અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનનો લુક એકદમ અલગ છે. આ ફોનની સ્ક્રીનની લંબાઈ વધારે આપવામાં આવી છે. તેને સરળતાથી ફોલ્ડ કરીને પોકેટમાં રાખી શકાય છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનનો મોડલ નંબર SM-F700F હોઈ શકે છે. ફોનનાં 256GB વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનનું નામ W20 5G હોઈ શકે છે. તેના નામ પરથી જ જાણી શકાય છે કે ફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરશે. આ અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત અને લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.
સેમસંગે 1 ઓક્ટોબરે તેનો પ્રથમ ફોલ્ડેબલ ફોન 'ગેલેક્સી ફોલ્ડ'ને ભારતીય બજારમાં લોન્ચ કર્યો હતો. ફોનનું વેચાણ શરૂ થતાં 30 મિનિટમાં જ 1600 યુનિટ્સ વેચાઈ ગયા હતા. આ ફોનની કિંમત 1,64,999 રૂપિયા છે. ગેલેક્સી ફોલ્ડમાં 7.3 ઇંચની ઈન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે અને 6 કેમેરા છે.
આ ડિવાઇસમાં 4.6 ઇંચની સેકન્ડરી ડિસ્પ્લે છે. આ ફોનની ડિસ્પ્લે ઓપન થાય છે ત્યારે તે 7.3 ઇંચની બને છે અને ક્લોઝ થાય છે ત્યારે 4.6 ઇંચની બને છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36qtVZR
No comments:
Post a Comment