Thursday, 31 October 2019

ફેસ્ટિવ સીઝનમાં શાઓમીએ ભારતમાં 32 દિવસમાં કુલ 1.2 કરોડ ડિવાઇસ વેચ્યાં

ગેજેટ ડેસ્ક: ચીનની કંપની શાઓમીએ આ ફેસ્ટિવ સીઝનમાં ભારતના માર્કેટમાં કુલ 1.2 કરોડથી પણ વધારે ડિવાઇસ વેચ્યાં છે. કંપનીએ જણાવ્યું કે, 28 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર વચ્ચે ભારતમાં સ્માર્ટફોન, ટીવી અને અન્ય ગેજેટ સહિત કુલ 1.2 કરોડ ડિવાઇસનું વેચાણ થયું છે. ગયા વર્ષ કરતાં આ વર્ષની ફેસ્ટિવ સીઝનમાં 40 ટકા ગ્રોથ જોવા મળ્યો હતો.

શાઓમી ઇન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર મનુ કુમાર જૈને આ બાબતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, ફેસ્ટિવ સીઝન હંમેશાં શાઓમી માટે એક મોટી શોપિંગ સીઝન રહી છે, જેને અમે અને અમારી ટીમ એમઆઈ ફેન્સ સાથે મળીને સેલિબ્રેટ કરીએ છીએ.

ફેસ્ટિવ સીઝન દરમિયાન કંપનીએ કુલ 85 લાખ સ્માર્ટફોન વેચ્યાં છે. આ વર્ષે સૌથી વધારે ડિમાન્ડિંગ સ્માર્ટફોન રેડમી નોટ 7 રહ્યો. કંપનીએ આ જ વર્ષે 6 લાખ એમઆઈ ટીવીનું પણ વેચાણ કર્યું.

મનુ કુમારે વધુમાં જણાવ્યું કે, આ ફેસ્ટિવ સીઝનમાં અમને આશા હતી તેનાથી વધારે વેચાણ જોવા મળ્યું. અમે અન્ય પ્લેટફોર્મની સરખામણીમાં ઘણા વધારે ડિવાઇસ વેચ્યા છે. ગયા વર્ષે અમે માત્ર 85 લાખ ડિવાઇસ જ વેચ્યાં હતાં. કંપનીએ ફેસ્ટિવ સીઝન દરમિયાન પ્રોડક્ટ્સ એમઆઈ ડોટ કોમ, એમઆઈ હોમ, ફ્લિપકાર્ટ, એમેઝોન અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સ દ્વારા વેચ્યાં. ઉલ્લેખનીય છે કે, આની પહેલાં કંપનીએ કન્ફર્મ કર્યું હતું કે, ફેસ્ટિવ સેલ સારું થયાને અમુક દિવસોમાં જ કંપનીએ 53 લાખ ડિવાઇસનું વેચાણ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi sells 12 mn devices during festive sales


from Divya Bhaskar https://ift.tt/331bqsA

No comments:

Post a Comment