Thursday, 17 October 2019

‘મોટો G8 પ્લસ’નાં સ્પેસિફિકેશન લીક થયાં, ફોન 24 ઓક્ટોબરે બ્રાઝિલમાં લોન્ચ થઈ શકે છે

ગેજેટ ડેસ્કઃ ‘મોટોરોલા’ કંપનીનો અપકમિંગ સ્માર્ટફોન ‘મોટો G8 પ્લસ’ બ્રાઝિલમાં યોજાનારી એક ઇવેન્ટમાં 24 ઓક્ટોબરે લોન્ચ થઇ શકે છે. લોન્ચિંગ પહેલાં જ આ ફોનનાં સ્પેસિફિકેશન કેટલીક ઓનલાઇન સાઇટ્સ પર લીક થયાં છે. લીક થયેલાં સ્પેસિફિકેશન મુજબ

આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા, વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે, રિઅર ફિંગરપ્રિન્ટ સેન્સરની સુવિધા આપવામાં આવી શકે છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 655 પ્રોસેસર અને 4000mAhની બેટરી પણ આપવામાં આવશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનમાં ડ્યુઅલ રિઅર સ્પીકર્સ, USB ટાઈપ-C પોર્ટ આપવામાં આવશે. આ ફોનને બ્લૂ અને રેડ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

લીક થયેલા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોન એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. આ ફોનમાં 6.3 ઇંચની ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવશે. તેનું રિઝોલ્યુશન 1080x2280 પિક્સલ આપવામાં આવશે.

આ ફોનમાં 48 MP + 16 MP + 5MP ટ્રિપલ રિઅર કેમરાનું સેટઅપ આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સેલ્ફી માટે આ ફોનમાં 25 MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે.

કનેક્ટિવિટી માટે ફોનમાં 3.5mm ઓડિયો જેક, બ્લુટૂથ વર્ઝન 5, ડ્યુઅલ સિમ સપોર્ટ, વાયરલેસ લેન, LTE, ડ્યુઅલ બેંડ વાઈફાઈ સહિતનાં ફીચર આપવામાં આવ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Specifications of 'Moto G8 Plus' leaked, phone may be launched in Brazil on October 24


from Divya Bhaskar https://ift.tt/2oF4Id6

No comments:

Post a Comment