ગેજેટ ડેસ્કઃ ‘રિઅલમી x2 પ્રો’ને મંગળવારે ચાઇનીઝ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને ભારતીય બજારમાં 20 નવેમ્બરે દિલ્હીમાં યોજાનારી એક ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. આ ઇવેન્ટમાં જ ફોનની કિંમત વિશે માહિતી આપવામાં આવશે. આ ફોનમાં સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર, 90 હર્ટ્ઝ ફ્લૂઇડ ડિસ્પ્લે, 64 MP પ્રાઈમરી કેમેરા સહિત 4 રિઅર કેમેરાનું સેટઅપ આપવામાં આવ્યું છે.
ચીનમાં આ ફોનનાં 6 GB + 64 GB વેરિઅન્ટની કિંમત 2699 ચીની યુઆન (આશરે 27,200 રૂપિયા) અને 8 GB + 128 GB વેરિઅન્ટની કિંમત 2899 ચીની યુઆન (આશરે 29,200 રૂપિયા) અને 12 GB + 128 GB વેરિઅન્ટની કિંમત 3299 ચીની યુઆન (આશરે 33,200 રૂપિયા) છે. ચીનમાં આ ફોનનાં બ્લૂ અને વ્હાઇટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
‘Realme X2 Pro’નાં બેઝિક સ્પેસિફિકેશન
- ડ્યુઅલ નેનો સિમવાળા આ ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ ફોનમાં 6.5 ઇંચ HD સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો આસ્પેક્ટ રેશિયો 20:9, રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ અને સેમ્પલિંગ રેટ 135 હર્ટ્ઝ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે ફોનમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ આપવામાં આવ્યો છે. ફોનમાં સ્પીડ અને મલ્ટિ ટાસ્કીંગ માટે ઓક્ટાકોર કવૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
- આ ફોનમાં 64 MP (પ્રાઈમરી સેન્સર)+ 13 MP (સેકન્ડરી સેન્સર) + 8 MP (અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ) + 2 MP (ડેપ્થ સેન્સર) કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 MPનું Sony IMX471 કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઇફાઇ 802.11, બ્લુટૂથ વર્ઝન 5.0, GPS/AGPS, USB ટાઈપ-સી અને 3.5mmનો હેડફોન જેક આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે, જે 50 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33CiFqU
No comments:
Post a Comment