Thursday, 17 October 2019

શાઓમીની નવી અપડેટ MIUI 11 લોન્ચ થઈ, ઓલ્વેઝ ઓન ડિસ્પ્લે અને ફ્લોટિંગ કેલક્યુલેટર સહિતનાં ફીચર સામેલ

ગેજેટ ડેસ્કઃ ભારતમાં બુધવારે રેડમી 8 સિરીઝની ઇવેન્ટમાં તેની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ ‘MIUI 11’ લોન્ચ થઈ છે. આ અપડેટમાં ડાર્ક મોડ, ‘ઓલ્વેઝ ઓન ડિસ્પ્લે’ જેવાં ફીચર આપવામાં આવ્યાં છે. ઓલ્વેઝ ઓન ડિસ્પ્લે ફીચરમાં લોક સ્ક્રીનમાં પણ સ્ક્રીન પર સમય જોઈ શકાશે. આ નવી અપડેટમાં યુઝર વીડિયો વોલપેપર અને ડાયનેમિક વોલપેપર સેટ કરી શકશે.

સર્ચિંગને સરળ બનાવવા માટે આ અપડેટમાં ફાઇલ મેનેજરમાં નવું થમ્બનેઇલ ફીચર આપવામાં આવ્યું છે. આ અપડેટમાં ફ્લોટિંગ કેલક્યુલેટરની સુવિધા પણ આપવામાં આવી છે.

આ નવી અપડેટમાં ‘mi લાઈફ’ ફીચર આપવામાં આવ્યું છે. તેમાં સ્ટેપ ટ્રેકર, વુમન હેલ્થ ટ્રેકર જેવી સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ નવી અપડેટમાં નેચરલ સાઉન્ડ અને અલાર્મ, વાયરલેસ પ્રિન્ટ, ડ્યુઅલ ક્લોક, ન્યૂ ગેમ ટર્બો, mi શેર, ગેલરી મંથલી વ્યૂ, નવું પંચાંગ સહિતનાં ફીચર પણ આપવામાં આવ્યાં છે.

4 બેચમાં રોલઆઉટ કરવામાં આવશે

  • પ્રથમ બેચમાં નવી અપડેટને 22 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીમાં ‘પોકો F1’, ‘રેડમી K20’, ‘રેડમી Y3’, ‘રેડમી 7’, ‘રેડમી નોટ 7’, ‘રેડમી નોટ 7s’, ‘નોટ 7 પ્રો’ સ્માર્ટફોનમાં અપડેટ આપવામાં આવશે.
  • બીજી બેચમાં 4 નવેમ્બરથી 12 નવેમ્બર સુધીમાં ‘રેડમી K20 પ્રો’, ‘રેડમી 6‘, ‘રેડમી 6 પ્રો’, ‘રેડમી 6A’, ‘રેડમી નોટ 5’, ‘રેડમી નોટ 5 પ્રો‘, ‘રેડમી 5’,‘રેડમી 5A’, ‘રેડમી નોટ 4’, ‘રેડમી Y1’, ‘રેડમી Y1 લાઈટ’, ‘રેડમી Y2‘, ‘રેડમી 4’, ‘mi મિક્સ 2’ અને ‘મેક્સ 2’ સ્માર્ટફોનમાં અપડેટ આપવામાં આવશે.
  • ત્રીજી બેચમાં 13 નવેમ્બરથી 29 નવેમ્બરથી ‘રેડમી નોટ 6 પ્રો’, ‘રેડમી 7A’, ‘રેડમી 8‘, ‘રેડમી 8A‘, ‘રેડમી નોટ 8’ સ્માર્ટફોનમાં અપડેટ આપવામાં આવશે.
  • ચોથી બેચમાં 18 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી ‘રેડમી નોટ પ્રો’માં અપડેટ આપવામાં આવશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi's new update launches MIUI 11, including features including always on display and floating calculators.


from Divya Bhaskar https://ift.tt/32juvG6

No comments:

Post a Comment