Thursday, 17 October 2019

HONOR 20i vs Samsung M30: કિંમત અને સ્પેસિફિકેશન્સની સરખામણી

સ્માર્ટફોન કંપનીઓ અત્યારે મિડ-રેન્જ સેગમેંટમાં ઘણા લેટેસ્ટ ફોન બજારમાં ઉતાર્યા છે. સ્પેસિફિકેશન્સન જોવા જઈએ તો, દરેક ફોનની એક પોતાની ખાસિયત છે અને પોતાની ખામી. એવામાં તમે જાતે જ તુલના કરી શકો છો કે, તમારી જરૂરિયાતના આધારે તમારે કયો ફોન પસંદ કરવો જોઈએ. અહીં અમે તમારી સુવિધા માટે HONOR 20i અને Samsung M30ની તુલના કરી રહ્યા છે, જે મિડ રેન્જમાં બહુ સારા સ્માર્ટફોન્સ છે. જાણીશું તેમાંથી ક્યો ફોન તમારી જરૂરિયાત અનુસાર યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે

HONOR 20i vs Samsung M30: કિંમત
કિંમતમાં સરખામણીથી શરૂ કરીએ તો HONOR 20iના 4GB રેમ+128GB સ્ટોરેજ મોડલની શરૂઆતી કિંમત 14,999 રૂપિયા હતી, પરંતુ હવે આ ફોન તમને ફ્લિપકાર્ટ અને એમેઝોનના ફેસ્ટિલ ઓફર્સ હેઠળ માત્ર 11,999 રૂપિયામાં મળી રહ્યો છે. તો Samsung M30ના 6GB રેમ+128GB સ્ટોરેજ મોડલની કિંમત 16,999 રૂપિયા છે, જ્યારે તેના 4GB રેમ+64GB સ્ટોરેજ મોડલની કિંમત 12,499 રૂપિયા છે.

HONOR 20i vs Samsung M30 : ડિઝાઈન અને ડિસ્પ્લે
HONOR 20i ફોનમાં ગ્લાસ ફિનિશ બોડીની સાથે ડ્યૂ ડ્રોપ ડિસ્પ્લે આપવામાં આવી છે, જ્યારે Samsung M30માં પ્લાસ્ટિક બોડીની સાથે ડ્યૂ ડ્રોપ ડિસ્પ્લે છે. HONOR 20iમાં 15.77 cm (6.21 ઈંચ) FHD+ સ્ક્રીન છે, જ્યારે Samsung M30માં 16.21 cm (6.4 ઈંચ) FHD+ (એમોલેડ) સ્ક્રીન છે. બંને ફોનમાં તમને 1080x2340 રિઝોલ્યૂશન, 19.5:9 આસ્પેક્ટ રેશિયો અને 90 ટકા સ્ક્રીન ટૂ બોડી રેશિયોની સાથે શાનદાર ડિસ્પ્લે આપે છે. HONOR 20iનો દાવો છે કે આમા તમને 16.7M કલર્સના પ્રોજેક્શન મળશે, જ્યારે Samsung M30માં તમને 16M કલર્સ મળશે. બંને ફોનમાં ફિંગરપ્રિનિટ સ્કેનર અને ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યા છે.

HONOR 20i vs Samsung M30:પફોર્મન્સ
પફોર્મન્સ મામલે HONOR 20iમાં કિરિન 710 પ્રોસેસર અને ઓક્ટાકોર સીપીયુ આપવામાં આવ્યું છે. તેમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જે ફોનને ફાસ્ટ ફોન બનાવે છે.
Samsung M30માં એક્સિનોસ 7904 પ્રોસેસર અને ઓક્ટાકોર સીપીયુ આપવામાં આવ્યું છે. રેમ અને સ્ટોરેજના 2 વિકલ્પમાં તે ઉપલબ્ધ છે. પ્રથમ વિકલ્પ 4GB રેમ અને 64GB સ્ટોરેજનો છે અને બીજો વિકલ્પ 6GB રેમ અને 128GB સ્ટોરેજનો છે.

HONOR 20i vs Samsung M30: કેમેરા
HONOR 20iમાં AI-ઇનબિલ્ટ ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 24MPનો પ્રાઈમરી લેન્સ, 8MPનો અલ્ટ્રા વાઈડ લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં AI-ઇનબિલ્ટ 32MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
Samsung M30માં પણ ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 13MPનો પ્રાઈમરી લેન્સ, 5MP અલ્ટ્રા વાઈડ લેન્સ અને 5MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનનો ફ્રન્ટ અથવા સેલ્ફી કેમેરા 16MPનો છે.

HONOR 20i vs Samsung M30: બેટરી
HONOR 20iમાં 3400mAhની બેટરી સાથે જોરદાર બેટરી મેનેજમેન્ટ ફીચર્સ પણ આપ્યા છે, જે તમને દોઢ દિવસની બેટરી લાઈફટાઈમ આપે છે.
Samsung M30માં તમને 5000mAhની બેટરી આપી છે.

HONOR 20i vs Samsung M30: જરૂરિયાત પ્રમાણે નિર્ણય
જો તમે એક જોરદાર કેમેરા અને સારા પરફોર્મન્સવાળા ફોનની શોધમાં છો, તો તમને HONOR 20iથી સારો ફોન આ કિંમતમાં નહીં મળે. HONOR 20iમાં તમને ફ્રન્ટ કેમેરા 32MPનો મળશે, જ્યારે Samsung M30 માં ફ્રન્ટ કેમેરા 16MP નો મળશે. HONOR 20i માં રિઅર સાઈડ કેમેરા 24+8+2MPનો મળશે, જે AI-ઈનબિલ્ટ પણ છે. ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આ ફોન તમને માત્ર 11,999 રૂપિયામાં મળી રહ્યો છે. HONOR 20iમાં 128GBનું સ્ટોરેજ મળશે. Samsung M30માં તમને 12+5+5MP કેમેરા મળશે અને 128GB સ્ટોરેજ માટે તમારે લગભગ 3000 રૂપિયા વધારે ખર્ચ કરવા પડશે.

HONOR 20iનું કિરિન 710 પ્રોસેસર
Samsung M30ના એક્ઝાઇનોસ 7904 પ્રોસેસરથી પર્ફોર્મન્સની બાબતે શ્રેષ્ઠ છે. કિરિન 710 પ્રોસેસર સાથે HONOR 20iમાં ગેમિંગનો અનુભવ પણ Samsung M30 કરતા વધુ સારો છે. દેખાવમાં પણ HONOR 20i આકર્ષક છે અને Samsung M30 કરતા સારો છે કારણ કે, તેનું ગ્રેડિઅન્ટ ફિનિશ બેંક તેને બહુ પ્રીમિયમ અને સ્ટાઇલિશ લુક આપે છે, જ્યારે Samsung M30માં નોર્મલ મેટ ફિનિશ બેંક આપવામાં આવ્યું છે.

જો તમે બેટરી પર્ફોર્મન્સ પર વધુ ધ્યાન આપતા હો તો તમારા માટે Samsung M30 સારો વિકલ્પ છે. પરંતુ જ્યાં સુધી HONOR 20iની બેટરીનો સવાલ છે, તેમાં એડવાન્સ્ડ બેટરી મેનેજમેન્ટ ફીચર્સના કારણે તમને સરળતાથી 1.5 દિવસની બેટરી લાઇફ મળી જાય છે, જે તમારી જરૂરિયાત અનુસાર ઉપયોગી સાબિત થશે.

તમેHONOR 20i ફોનની ખરીદી એમેઝોનઅને ફ્લિપકાર્ટપરથી કરી શકો છો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
HONOR 20i vs Samsung M30: Comparison of price and specifications


from Divya Bhaskar https://ift.tt/2oOAuUU

No comments:

Post a Comment