ગેજેટ ડેસ્ક: ચીનની કંપની શાઓમીએ બુધવાર એટલે કે 16 ઓક્ટોબરે ભારતમાં થયેલા ઇવેન્ટમાં નવા સ્માર્ટફોન સહિત અન્ય હોમ પ્રોડક્ટ પણ લોન્ચ કર્યા છે. શાઓમીએ એમઆઈ એર પ્યોરિફાયર 2C લોન્ચ કર્યું છે. આ ડિવાઇસ ખાસ કરીને ભારતીયોને જ ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેની કિંમત 6,499 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે, નવું એર પ્યોરિફાયર ડ્યુઅલ ફિલ્ટરેશન ટેક્નિક, 360 ડિગ્રી એર સર્ક્યુલેશન, રિયલ ટાઈમ એર ઇન્ડિકેટર અને DIY (ડુ ઈટ યોરસેલ્ફ) ફિલ્ટર ચેન્જ સિસ્ટમથી લેસ છે. તેમાં 99.7% સુધી ઇન્ડોર પોલ્યુશનને ફિલ્ટર કરવાની ક્ષમતા છે.
ભારતમાં એમઆઈ એર પ્યોરિફાયરની કિંમત 6,499 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર તેનો પ્રથમ સેલ 17 ઓક્ટોબરે બપોરે 4 વાગ્યાથી શરુ થશે. આ પ્યોરિફાયરને યુઝર 18 ઓક્ટોબરથી એમેઝોન, ફ્લિપકાર્ટ અને એમઆઈ હોમ પરથી પણ ખરીદી શકશે. ટૂંક સમયમાં પ્યોરિફાયર શાઓમીના ઓફલાઈન સ્ટોર પર પણ ઉપલબ્ધ થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oLyzQY
No comments:
Post a Comment