ગેજેટ ડેસ્કઃ 1 નવેમ્બરથી એપલ ટીવી પ્લસ સર્વિસને ભારત સહિત 100 દેશમાં લોન્ચ કરવામાં આવી છે. તેનો ઉપયોગ એપલ ટીવી એપની મદદથી આઈફોન, આઈપેડ, આઇપોડ ટચ, એપલ ટીવી અને મેક ડિવાઇસમાં કરી શકાશે. ભારતમાં પ્રથમ સપ્તાહમાં તેનું ફ્રી ટ્રાયલ આપવામાં આવશે.
ટ્રાયલ પૂરું થયા પછી માસિક 99 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. પૅઇડ સર્વિસને યુઝર સિવાય પરિવારના 5 સભ્ય પણ જોઈ શકશે. તાજેતરમાં ખરીદેલાં એપલ ડિવાઈસના યુઝરને 1 વર્ષ માટે આ સર્વિસ ફ્રી મળશે.
એપલ ટીવી પ્લસ સર્વિસમાં દર 2 મહિને યુઝરને નવું કન્ટેન્ટ જોવા મળશે, જેમાં ફેમિલી અને કિડ્સ-શૉ સામેલ છે. એપલ ટીવી પ્લસ સર્વિસમાં માત્ર ઓરિજનલ કન્ટેન્ટ જ જોવા મળશે. યુઝરને સારા કન્ટેન્ટ આપવા માટે કંપનીએ 42,635 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
10 સપ્ટેમ્બર પછી ખરીદેલા નવા આઈફોન, આઇપેડ, આઇપોડ ટચ, મેક અને એપલ ટીવીના ગ્રાહકોને આ સર્વિસ 1 વર્ષ માટે ફ્રીમાં મળશે. કંપનીએ ભારતમાં માસિક 99 રૂપિયાના પ્લાન સાથે એપલ મ્યૂઝિક સ્ટુડન્ટ પ્લાન પણ લોન્ચ કર્યો છે, જેમાં સ્ટુડન્ટ્સે માસિક 49 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે.
એપલ ટીવી પ્લસ સર્વિસનો ઉપયોગ 'એપલ ટીવી એપ'ની મદદથી પણ કરી શકાશે. આ સર્વિસનો ઉપયોગ ફાયર ટીવી સ્ટિક, કેટલાક સ્માર્ટ ટીવી સહિત સ્ટ્રીમિંગ બોક્સ પર પણ કરી શકાશે. સફારી, ફાયરફોક્સ અને ક્રોમ જેવાં વેબ બ્રાઉઝરની મદદથી tv.apple.com પર સર્વિસનો લાભ ઉઠાવી શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JJ0TuJ
No comments:
Post a Comment