ગેજેટ ડેસ્ક: ક્રોમમાં ઇન્કોગ્નિટો મોડની જેમ ગૂગલે ગૂગલ મેપમાં પણ આ ફીચર રોલ આઉટ કરવાનું શરુ કરી દીધું છે. આ મોડને ઇનેબલ કરવાથી નેવિગેશન અને સર્ચ હિસ્ટરી અકાઉન્ટમાં સેવ થશે નહીં અને હિસ્ટરી રેકમન્ડેશન સેક્શનમાં દેખાશે નહીં. આ ફીચર જે યુઝરને તેમનું લોકેશન સિક્રેટ રાખવું હોય તેમને કામમાં લાગશે. હાલ આ ફીચર કંપનીએ માત્ર એન્ડ્રોઇડ યુઝર માટે જ લોન્ચ કર્યું છે, ટૂંક સમયમાં આઈઓએસ યુઝર મારે પણ આ ફીચર રોલ આઉટ થશે.
ગૂગલે આ ફીચર રોલઆઉટ કરવાનું શરુ તો કરી દીધું છે, પણ તેને યુઝર સુધી પહોંચવામાં સમય લાગી શકે છે. આ નવાઇન્કોગ્નિટો મોડને ઓન અને ઓફ કરી શકાશે. મોડ ઓન કરવા પર ગૂગલ મેપમાં સર્ચ ને નેવિગેશન હિસ્ટરી દેખાશે નહીં. જો કે, આ ફીચરથી પહેલાં સેવ કરેલ લોકેશન હિસ્ટરી પર કોઈ અસર પડશે નહીં.
ગૂગલ પ્રમાણે નવા મોડમાં લોકેશન હિસ્ટરી, લોકેશન શેરિંગ, નોટિફિકેશન અને મેસેજ, સર્ચ હિસ્ટરી, ઓફલાઈન મેપ. મીડિયા ઇન્ટિગ્રેશન, ગૂગલ આસિસ્ટન્ટ માઈક્રોફોન ઈન નેવિગેશન હેવી સુવિધા બંધ થઈ જાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qesRYa
No comments:
Post a Comment