Saturday, 2 November 2019

શાઓમીની 'mi વૉચ'નું ટીઝર લોન્ચ થયું, મ્યૂઝિક સાંભળવા માટે સ્માર્ટફોનની જરૂર નહીં પડે

ગેજેટ ડેસ્કઃ શાઓમીની લેટેસ્ટ 'mi વૉચ' આગામી સપ્તાહમાં ચીનમાં 5 નવેમ્બરે લોન્ચ થવાની છે. ફોનનાં લોન્ચિંગ પહેલાં તેનું ટીઝર સામે આવ્યું છે. ટીઝરમાં દર્શાવવામાં આવ્યું છે કે ઈન્ટરેન્ટની મદદથી સ્માર્ટફોન વગર મ્યૂઝિક સાંભળી શકાય છે.

આ વૉચમાં 4 કલર સ્ટ્રિપ ઓપ્શન આપવામાં આવ્યા છે. તેમાં બ્લેક, ગ્રે, વ્હાઇટ અને નેવી બ્લૂ સામેલ છે. આ સ્ટ્રિપને ફ્લુઓરો રબર મટિરિયલથી બનાવવામાં આવી છે, જે એન્ટિ એલર્જેટિક અને એન્ટિ સ્વેટ છે. નવાં ટીઝરમાં વૉચને કેવી રીતે સ્ટોર કરી શકાય અને તેનાથી મ્યૂઝિક કેવી રીતે સાંભળી શકાય તે દર્શાવવામાં આવ્યું છે.

આ વૉચમાં ઈ-સિમ ફંક્શનાલિટી આપવામાં આવી છે. વૉચ MIUI ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. તેમાં ક્વૉલકોમ વેર 3100 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ વૉચમાં વાઈફાઈ, GPS, NFC અને બ્લુટૂથની સુવિધા આપવામાં આવી છે. શાઓમીએ વૉચમાં એપસ્ટોર પણ આપ્યું છે. તેની મદદથી સ્માર્ટફોનની મદદ વગર એપ ઇન્સ્ટોલ કરી શકાશે. જોકે આ વૉચની કિંમત અને ભારતમાં લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi's 'mi Watch' teaser launches, no smartphone needed to listen to music


from Divya Bhaskar https://ift.tt/33aIoXz

No comments:

Post a Comment