ગેજેટ ડેસ્કઃ શાઓમી કંપનીએ ભારતમાં Mi Band 3i લોન્ચ કર્યું છે. આ બેન્ડની કિંમત 1299 રૂપિયા છે. તેનાં બ્લેક કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. આ બેન્ડમાં Mi Band 3માં રહેલું હાર્ટ રેટ મોનિટર ફીચર આપવામાં આવ્યું નથી. આ બેન્ડની ખરીદી ઓફિશિયલ વેબસાઈટ, mi સ્ટોર અને ઈ-કોમર્સ સાઈટપરથી કરી શકાશે. હાલમાં તેનું પ્રિ-બુકિંગ શરૂ થઈ ગયું છે.
Introducing the all-new #MiSmartBand3i - Designed exclusively for India!
— Mi India for #MiFans (@XiaomiIndia) November 21, 2019
- AMOLED touch display
- Up to 20 days of battery life
- Multiple activity tracking
- Rated 5ATM water resistant
- Call and notification alerts
Pre-order now: https://t.co/1RB4och7Zd pic.twitter.com/x83ca2xV6u
Mi Band 3iનાં બેઝિક સ્પેસિફિકેશન
- આ બેન્ડમાં 0.78 ઇંચની AMOLED ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 128x80 છે.
- આ બેન્ડ વોટર રઝિસ્ટન્ટ છે. તે પાણીની 50મીટર સુધીની ઊંડાઈમાં 10 મિનિટ સુધી કામ કરી શકે છે.
- બેન્ડમાં 110mAhની બેટરી આપવામાં આવી છે, જે 20 દિવસ સુધી બેકઅપ આપે છે.
- બ્લુટૂથ 4.0, એન્ડ્રોઇડ 4.4 અને iOS 9.0 સહિતનાં તમામ હાયર વર્ઝન પર આ બેન્ડ સપોર્ટ કરે છે.
- આ બેન્ડમાં કેલરી કાઉન્ટર, કોલ રિસ્પોન્સ, સ્લીપ મોનિટર, સ્લીપ કાઉન્ટર, ઇવેન્ટ રિમાઇન્ડર, ટાઇમર અને મેસેજ વ્યૂ જેવાં ફીચર આપવામાં આવ્યાં છે.
- આ બેન્ડ 2.5 કલાકમાં ફુલ ચાર્જ થાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XxpJmI
No comments:
Post a Comment