ગેજેટ ડેસ્ક: ચીનની સોશિયલ મીડિયા એપ ટિકટોકની બોલબાલા અંતર ભારત જ નહીં, પણ આખી દુનિયામાં વધી રહી છે. સામે આવેલા આંકડા પ્રમાણે, એપ પ્લે સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર ટિકટોકે ડાઉનલોડનો 150 કરોડનો આંકડો વટાવી દીધો છે. આ આંકડામાં ભારતીયોનું યોગદાન સૌથી વધારે રહ્યું છે. માત્ર ભારતમાં 46 કરોડ વખત આ એપ ઇન્સ્ટોલ થઈ છે. આ રિપોર્ટ મોબાઈલ ઇન્ટેલિજન્સ કંપની સેન્સર ટાવરે જાહેર કર્યો છે.
રિપોર્ટ પ્રમાણે, ટિકટોક એપ ડાઉનલોડની સંખ્યા ગયા વર્ષ કરતાં આ વર્ષે 6 ગણી વધી છે. ગ્લોબલ ઈન્સ્ટોલેશનના 45 ટકાનો ભાગ ભારત ધરાવે છે. ટિક ટોક એપમાં ડાઉનલોડની ગણતરીએ બીજા નંબરે ચીન અને ત્રીજા નંબરે અમેરિકા આવે છે. આ વર્ષે ટિક્ટોક મોસ્ટ ડાઉનલોડેડ નોન ગેમિંગ એપ કેટરગરીમાં ત્રીજા નંબરે છે. પ્રથમ નંબરે વ્હોટ્સએપ અને બીજા નંબરે ફેસબુક મેસેન્જર છે. ચોથા નંબરે ફેસબુક અને પાંચમા નંબરે ઇન્સ્ટાગ્રામ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/358kPzi
No comments:
Post a Comment