
ગેજેટ ડેસ્ક: બારકલેઝ એનાલિસ્ટ બ્લાઇન કર્ટિઝ અને અસોસિએટ્સ અનુસાર અમેરિકાની દિગ્જ ટેક કંપની સપ્ટેમ્બર 2020માં આઈફોન 12 પ્રો અને આઈફોન 12પ્રોમેક્સ લોન્ચ કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એપલ કંપની વર્ષ 2020માં 3 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ તમામ સ્માર્ટફોન 5G ટેક્નોલોજીને સપોર્ટ કરશે.
અપકમિંગ એપલ સ્માર્ટફોનમાં રિઅર ફેસિંગ 3D સેન્સિંગ કેમેરા આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ સ્માર્ટફોનમાં 5.4 અને 6.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.
એપલ કંપની ભારત સહિત ગ્લોબલ માર્કેટમાં અફોર્ડેબલ સ્માર્ટફોન SE2 લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સમાર્ટફોનમાં આઈફોન11ની જેમ જ A13 ચિપસેટ આપવામાં આવશે. આ ફોનમાં 3GB સુધીની રેમ આપવામાં આવશે.
એપલ કંપની તેના રૅપ અરાઉન્ડ ડિસ્પ્લેવાળા ફોનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. 'ઈલેક્ટ્રોનિક ડિવાઇસ વિથ રૅપ અરાઉન્ડ ડિસ્પ્લે' નામથી કંપનીએ પેટન્ટ ફાઈલ કરાવી છે. આ ફોનમાં ડિસ્પ્લે એક લૂપની જેમ કામ કરશે યુઝર સ્ક્રીનની ફ્રન્ટ અને બેક પેનલથી ફોનને ઓપરેટ કરી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DgaiWY
No comments:
Post a Comment