Sunday, 24 November 2019

એમેઝોન કંપની 30 મિનિટમાં ડિલિવરી માટે રોબોટ અને ડ્રોન તૈયાર કરશે

ગેજેટ ડેસ્કઃ ટેક્નોલોજીનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં વધી રહ્યો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હવે એમેઝોન કંપની ગ્રાહકોને 30 મિનિટની ફાસ્ટ ડિલિવરી આપશે. ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતા રોબોટનું હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તેના માટે કંપની 35 અરબ ડોલર (આશરે 2.5 લાખ કરોડ રૂપિયા)નો ખર્ચ કરશે. અમેરિકાના બોસ્ટનમાં રોબોટના પ્રોડક્શન અને ડિઝાઇન માટે એક પ્લાન્ટ પણ ખોલવામા આવ્યો છે.

એમેઝોનના કન્ઝ્યુમર વિભાગના CEO જેફ વિલ્ક અનુસાર જે ગ્રાહકો પાસે ડ્રોન ફ્લિટ હશે તે ગ્રાહકોને ઓર્ડરની ડિલિવરી 30 મિનિટમાં મળી જશે.

ડ્રોન બનાવવા માટે કંપની છેલ્લાં 6 વર્ષોથી કામ કરી છે. પશ્ચિમ દેશોમા રજાઓ દરમિયાન પ્રાઈમ મેમ્બર્સને ઝડપી ડિલિવરી આપવા માટે કંપની રોબોટ અને ડ્રોન પર કામ કરી રહી છે.

વર્ષ 2012માં કીવા સિસ્ટમની ખરીદી સાથે કંપનીએ રોબોટિક્સની શરૂઆત કરી હતી. રોબોટ તૈયાર થયા પછી કંપનીના કર્મચારીઓની સ્થિરતા પર સમસ્યા ઊભી થશે. એક રિસર્ચ અનુસાર ઓટોમેશનને લીધે વર્ષ 2030 સુધી આશરે 38 કરોડ લોકોની નોકરી પર અસર થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amazon company will prepare the robot and drone for delivery in 30 minutes
Amazon company will prepare the robot and drone for delivery in 30 minutes


from Divya Bhaskar https://ift.tt/37zW40O

No comments:

Post a Comment