ગેજેટ ડેસ્કઃ એમેઝોનએ તેના સ્માર્ટ સ્પીકરની રેન્જમાં વધુ એક સ્પીકર 'ઇકો ફ્લેક્સ પલ્ગ ઈન' (ECHO FLEX PLUG-IN) ભારતમાં લોન્ચ કર્યું છે. તેની કિંમત 2,999 રૂપિયા છે. આ સ્પીકરને પ્લગ ઈન એટલે કે ઇલેક્ટ્રિક સોકેટ સાથે કનેક્ટ કરીને ઓપરેટ કરી શકાય છે. તેનાથી સ્પીકરને ચલાવવા માટે કોઈ વાયર કે ચાર્જરની આવશ્યકતા રહેતી નથી.
આ સ્પીકરનીને એલેક્સા (વર્ચ્યુઅલ અસ્ટિસ્ટન્ટ) સાથે કનેક્ટ કરીને સ્માર્ટ હોમ ડિવાઇસ કન્ટ્રોલ કરી શકાય છે. એમેઝોન એલેક્સા એપનાં માધ્યમથી પણ આ સ્પીકરને કન્ટ્રોલ કરી શકાય છે.
પ્રાઇવસી માટે આ સ્પીકરમાં ખાસ ફીચર આપવામાં આવ્યું છે. દિવસ દરમિયાન યુઝર તેની તમામ એક્ટિવિટીને Alexa, delete what I just said અથવા Alexa, delete everything I said today કમાન્ડ આપીને ડિલીટ કરી શકે છે.
ઇકો ફ્લેક્સ પ્લગ ઈન સ્પીકરનું એમેઝોન પર પ્રિ-બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેની ડિલિવરી 10 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે.
આ સ્પીકરની ઊંચાઈ 2.8 ઇંચ અને પહોળાઈ 2.6 ઇંચની છે. તેની ફ્રન્ટ પેનલમાં LED ઇન્ડિકેટર, માઈક ઓન/ઓફ બટન, એક્શન બટન અને સ્પીકર પોર્ટ્સ આપવામાં આવ્યા છે. USB ટાઈપ -A પોર્ટ સાથે સ્પીકરમાં 3.5mmનો ઓડિયો જેક પણ આપવામાં આવ્યો છે. આ સ્પીકર હિન્દી અને અંગ્રેજી ભાષાને સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2KKGHc9
No comments:
Post a Comment