ગેજેટ ડેસ્કઃ શાઓમી કંપનીએ તેના સ્માર્ટફોન 'રેડમી નોટ 5' માટે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ MIUI 11 અપડેટ રિલીઝ કરી છે. આ અપડેટ સાથે ફોનમાં ન્યૂ ડાયનેમિક સાઉન્ડ ઇફેક્ટ, ક્વિક રિપ્લાય મેસેજિંગ એપ અને પ્રાઇવસી સાથે જોડાયેલા નવાં ફીચર આપવામાં આવ્યા છે.
નવી અપડેટનો બિલ્ડ નમ્બર MIUI v11.0.2.0 છે. આ અપડેટની સાઈઝ 493MBની છે. કેટલાક મોડેલમાં આ અપડેટ મળવાની શરૂઆત થઇ ગઈ છે. ફોનમાં Settings > About phone > System updateમાં જઈને નવી અપડેટને ડાઉનલોડ કરી શકાય છે.
આ નવી અપડેટ એન્ડ્રોઇડનાં પાઇ વર્ઝન પર બેઝ્ડ છે. નવી અપડેટમાં ડોક્યૂમેન્ટ પ્રિવ્યૂનો ઓપ્શન આપવામાં આવ્યો છે. રેડમી નોટ 5 સિવાય રેડમી નોટ 5 પ્રો, રેડમી નોટ 4 સહિત કેટલાક શાઓમીના ડિવાઇસમાં પણ અપડેટ મળવાની શરૂઆત થઈ ગઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2O9YpI4
No comments:
Post a Comment