Tuesday, 26 November 2019

ભારતમાં ગૂગલ નેસ્ટ મિની સ્માર્ટ સ્પીકર લોન્ચ થયું, કિંમત 4,499 રૂપિયા

ગેજેટ ડેસ્ક: ગૂગલે ભારતના માર્કેટમાં પોતાનું લેટેસ્ટ સ્માર્ટ સ્પીકર 'ગૂગલ નેસ્ટ મિની' લોન્ચ કર્યું છે. આ સ્પીકરની કિંમત 4,499 રૂપિયા છે. કસ્ટમર ફ્લિપકાર્ટ પરથી આ સ્પીકરને ખરીદી શકશે. કંપનીએ આ સ્પીકરને વર્ષ 2017માં લોન્ચ કરેલા ગૂગલ હોમ મિનીના અપગ્રેડ વર્ઝન તરીકે લોન્ચ કર્યું છે. દેખાવની વાત કરીએ તો આ સ્પીકર હોમ મિની જેવું જ દેખાય છે, પરંતુ કંપનીએ દાવો કર્યો છે કે, નેસ્ટ મિનીમાં પહેલાં કરતાં સારી સાઉન્ડ ક્વોલિટી મળશે.

અંગ્રેજી અને હિન્દી ભાષાને સપોર્ટ
કંપનીના કહેવા પ્રમાણે, ઓરિજિનલ હોમ મિનીની સરખામણીએ નેસ્ટ મિની બે ગણો સ્ટ્રોંગ બેઝ પ્રોડ્યુસ કરે છે. આ સ્પીકરમાં કસ્ટમ ડ્રાઇવરનો ઉપયોગ કર્યો છે. સ્પીકરમાં ઇન્ટરકોમ ફોચાર પણ છે, જેની મદદથી યુઝર કોલિંગની સાથે અન્ય સ્માર્ટ ડિવાઇસ એટલે કે સ્પીકર અને ડિસ્પ્લેને પણ કન્ટ્રોલ કરી શકશે. આ સ્પીકર અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષા સપોર્ટ કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Google Nest Mini Smart Speaker Launched in India, Priced at Rs. 4,499
Google Nest Mini Smart Speaker Launched in India, Priced at Rs. 4,499


from Divya Bhaskar https://ift.tt/2rsTyc6

No comments:

Post a Comment