
ગેજેટ ડેસ્ક. ઓપોએ ‘A9 2020’નું નવું વેનિલા મિંટ વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કરી દીધું છે. અગાઉ ઓપોએ સપ્ટેમ્બર મહિનામાં ઓપો A9 2020ને ભારતમાં ગ્રીન અને સ્પેસ પર્પલ કલરમાં લોન્ચ કર્યો હતો. હવે Oppo A9 2020નું વેનિલા મિંટ કલર વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. એક ટિજર દ્વારા નવા કલર વેરિઅન્ટ વિશે જાહેરાત કરવામાં આવી હતી. સૌથી મહત્ત્તવની બાબત એ છે કે ઓપો બ્રાન્ડના આ સ્માર્ટફોનના પાછળના હિસ્સામાં ચાર રિઅર કેમેરા આપવામાં આવ્યા છે, 5,000mhaની બેટરી અને ઓક્ટાકોર ક્વાલકમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર છે.
From powerful features to elegant style, the #TheNewExpert has it all! Make way for the New Vanilla Mint Edition of the #OPPOA92020 with Qualcomm Snapdragon 665 Processor, massive 5000mAh battery, 8GB RAM and 128GB ROM. pic.twitter.com/TYAC8fkRhL
— OPPO India (@oppomobileindia) November 29, 2019
ઓપો A9 2020ના સ્પેસિફિકેશન
ઓપોના નવા A9 2020 વેનિલા વેરિઅન્ટ માત્ર 8GB રેમ+ 128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. અન્ય કલર વેરિઅન્ટના 8GB રેમ વેરિઅન્ટની જેમ આ મોડેલની કિંમત 19,990 હોઈ શકે છે. Oppo A9 2020ને નવા કલર વેરિઅન્ટને અત્યારે એમેઝોન અથવા ઓપોના ઓનલાઈન સ્ટોર પર લિસ્ટ કરવામાં નથી આવ્યો.
Oppo A9 2020 ડ્યુઅલ સિમ ક્નેક્ટિવિટીથી સજ્જ છે. તે એન્ડ્રોઈડ 9 પાઈ આધારિત કલરઓએસ 6.0.1 ચાલશે. ઓપો A9 2020માં 6.5 ઈંચની ડિસ્પ્લે છે. સ્ક્રીનમાં વોટરડ્રોપ નોચ છે અને તે ગોરિલ્લા ગ્લાસ 3+ પ્રોટેક્શનથી સજ્જ છે. નવા ઓપો ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 5000mAh લી-પોલીમર બેટરી આપવામાં આવી છે. જે રિવર્સ ચાર્જિંગ ફીચર્સની સાથે આવે છે. એટલે કે OTG કેબલની મદદથી આ ફોનને બીજા ફોનથી ચાર્જ કરી શકાય છે.
ઓપો A9 2020ના છેલ્લા ભાગમાં ચાર રિઅર કેમેરા આપવામાં આવ્યા છે. ઓપો A9 2020માં પ્રાઈમરી સેંસર 48 મેગાપિક્સલનો છે. તે ઉપરાંત 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ-એંગલ કેમેરા, 2 મેગાપિક્સલ મોનોક્રોમ શૂટર અને 2 મેગાપિક્સલ ડેપ્થ કેમેરા સેટઅપનો હિસ્સો છે.
ઓપો A9 2020માં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. ઓપો A9 2020માં 8GB સુધી રેમ અને 128GB સુધીનું સ્ટોરેજ છે. ફોનમાં 256GB સુધી માઈક્રોએસડી કાર્ડ માટે સપોર્ટ છે. તે ઉપરાંત ફોન ડોલ્બી એટએસ સપોર્ટ અને રિઅર ફિંગરપ્રિન્ટ સેંસરની સાથે આવે છે.
ક્નેક્ટિવિટીઃ ફોનમાં Wi-Fi 802.11, Wi-Fi ડાયરેક્ટ, હોટસ્પોટ, બ્લૂટૂથ 5.0, GPS, FM રેડિયો, USB ઓન ધ ગો, Type-C પોર્ટ જેવા ક્નેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવ્યા છે. મ્યૂઝિક માટે તેમાં 3.5mm જેક આપવામાં આવ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2P037r7
No comments:
Post a Comment