Saturday, 30 November 2019

ટોરેટો કંપનીએ રિમિક્સ સિરીઝનાં 3 ચાર્જર લોન્ચ કર્યાં, પ્રારંભિક કિંમત 1,299 રૂપિયા

ગેજેટ ડેસ્કઃ ભારતીય અને હોંગકોંગની સંયુક્ત ટેક કંપની ટોરેટોએ રિમિક્સ સિરીઝના 3 નવાં ચાર્જર લોન્ચ કર્યાં છે. તેમાં રિમિક્સ, રિમિક્સ 2 અને રિમિક્સ ડુઓ સામેલ છે. તેની કિંમત ક્રમશઃ 1299 રૂપિયા, 1499 રૂપિયા અને 1999 રૂપિયા છે. તમામ ચાર્જરમાં બિલ્ટ ઈન બ્લુટૂથ સ્પીકર આપવામાં આવ્યું છે. તેનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઈટ અને રિટેલ સ્ટોર્સ પર શરૂ કરવામાં આવ્યું છે.

રિમિક્સ ચાર્જર સિરીઝનાં બેઝિક સ્પેસિફિકેશન
આ સિરીઝના ચાર્જરને વોલ ચાર્જર અને બ્લુટૂથ સ્પીકરની જેમ ઉપયોગ કરી શકાય છે. તમામ ચાર્જરમાં 2.4 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ USB સ્પોર્ટ આપવામા આવ્યો છે. તમામ ચાર્જરમાં 3 વૉટનું સ્પીકર આપવામાં આવ્યું છે.

આ ચાર્જરને અન્ય રિમિક્સ ચાર્જરની સાથે વાયરલેસ કનેક્ટ કરી શકાય છે. TWS ફોર્મેટને સપોર્ટ કરતા સ્પીકરને આ ચાર્જર સાથે કનેક્ટ કરી શકાય છે.

આ ચાર્જરમાં 400mAhની રિચાર્જેબલ બેટરી આપવામાં આવી છે. આ ચાર્જરની મદદથી યુઝર સરળતાથી મ્યૂઝિક સાંભળી શકે છે. રિમિક્સ 2 અને રિમિક્સ ડુઓમાં 2 USB પોર્ટ સપોર્ટ આપવામા આવ્યો છે.
રિમિક્સ ચાર્જરમાં લેટેસ્ટ બ્લુટૂથ વર્ઝન 5.0 આપવામાં આવ્યું છે. તેની રેન્જ 10 મીટર સુધીની છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Toreto company launches 3 chargers of remix series, starting at Rs 1,299


from Divya Bhaskar https://ift.tt/2R4Mv4j

No comments:

Post a Comment