Saturday, 2 November 2019

વિવોનો સ્માર્ટફોન 'વિવો Y19' થાઈલેન્ડમાં લોન્ચ થયો

ગેજેટ ડેસ્કઃ વિવોએ થાઈલેન્ડમાં 'વિવો Y19' સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન 'વિવો U3'નું રીબ્રાન્ડેડ વર્ઝન છે. આ ફોનમાં મીડિયાટેક હીલિયો P65 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ ધરાવતા આ ફોનમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે, રિઅર ફિંગરપ્રિન્ટ સેન્સર અને ગ્રેડિઅન્ટ બેક પેનલ ફિનિશિંગ આપવામાં આવ્યું છે.

થાઈલેન્ડમાં લોન્ચ થયેલાં આ ફોનની કિંમત આશરે 16,000 રૂપિયા છે. ડ્યુઅલ સિમ સપોર્ટવાળો વિવો Y19 ફોન એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. આ ફોનમાં 6.53 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનનો સ્ક્રીન ટુ બોડી રેશિયો 90.3% છે.

આ ફોનનાં 4GB+64GB વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોનમાં ડેટા ટ્રાન્સફર માટે માઈક્રો USB પોર્ટ આપવામાં આવ્યો છે.

ફોનમાં 16MP +8MP + 2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivo smartphone 'Vivo Y19' launches in Thailand


from Divya Bhaskar https://ift.tt/2PF2Fkb

No comments:

Post a Comment