
ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની હુવાવેએ 75ઈંચનું સ્માર્ટ ટીવી V75 અને સાઉન્ડ એક્સ સ્માર્ટ સ્પીકર લોન્ચ કર્યું છે. V75 ટીવીમાં 75 ઇંચની ક્વૉન્ટમ ડોટ 4K પેનલ આપવામાં આવી છે. તેનો રિફ્રેશરેટ 120Hz છે. ટીવીમાં વીડિયો કોલિંગ સાથે પૉપ-અપ કેમેરા પણ આપવામાં આવ્યો છે. હુવાવે સાઉન્ડ એક્સ સ્માર્ટ સ્પીકરમાં 36 ડિગ્રી સરાઉન્ડ એક્સપિરિયન્સ મળે છે. આ બંને ડિવાઈસને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તેને ભારતમાં ક્યારે અને કઈ કિંમતે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.
સ્માર્ટ સ્ક્રીન V75 સ્માર્ટ ટીવી
- આ સ્માર્ટ ટીવીની બોડી મેટાલિક છે. ટીવીનો પૉપ-અપ કેમેરા 10 ડિગ્રી વ્યૂ એન્ગલ કવર કરે છે.
- આ ટીવી ક્વૉન્ટમ ડોટ અલ્ટ્રા HD (3840 x 2160) ડિસ્પ્લેને સપોર્ટ કરે છે. આ સ્માર્ટ ટીવી 750 નિટ્સ બ્રાઇટનેસ અને 178 ડિગ્રી વ્યૂઇંગ એન્ગલને સપોર્ટ કરે છે.
- પેનલનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 16:9 છે. તેમાં ક્વૉડકોર હાંગજુન 818 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ટીવીમાં 4GBની રેમ અને 64GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ટીવીની કિંમત CNY 12,999 (આશરે 1,30,000 રૂપિયા) છે.
હુવાવે સાઉન્ડ એક્સ સ્માર્ટ સ્પીકર
- હુવાવેનાં આ લેટેસ્ટ સ્પીકરમાં ફ્રાન્સ ઓડિયો ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્પીકરની કિંમત CNY 1,999 (આશરે 20,000 રૂપિયા ) છે.
- તેની ડિઝાઇન એપલ હોમપેડ જેવી છે. સ્પીકરનાં જેટ બ્લેક કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્પીકર 60 વૉટના સબવૂફર અને 360 સરાઉન્ડ સાઉન્ડને સપોર્ટ કરે છે.
- આ સ્પીકર હુવાવે હાઇલિંક સ્માર્ટ હોમ કનેક્ટિવિટી ટૂલકિટ, 2 ડિવાઇસ સાથે સ્ટીરીયો પેરિંગ અને હાઇરેન્જ લોસલેસ ઓડિયો આઉટપુટને સપોર્ટ કરે છે.
- સ્પીકરમાં ક્વૉડકોર મીડિયાટેક MT8518 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્પીકરમાં 512MBની રેમ અને 128GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OJ7Ptm
No comments:
Post a Comment