Friday, 29 November 2019

ફ્લિપકાર્ટ પર ઓપન સેલમાં રિઅલમી X2 પ્રોનું વેચાણ શરૂ, શરૂઆતની કિંમત ₹ 29,999

ગેજેટ ડેસ્કઃ રિઅલમી કંપનીના તાજેતરમાં લોન્ચ થયેલાં રિઅલમી X2 પ્રો સ્માર્ટફોનનું વેચાણ 24 કલાક માટે ઓપન સેલમાં કરવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોનને રિઅલમીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. આ ફોનનું વેચાણ શુક્રવારે રાતે 12 વાગ્યા સુધી કંપનીના બ્લેક ફ્રાઈડે સેલ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને 90 હર્ટ્ઝ રિફ્રેશરેટવાળી સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.

ભારતમાં ફોનનાં લૂનર વ્હાઇટ અને નેપ્ચ્યુન બ્લૂ કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનમાં ઓક્ટા-કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોન ડ્યુઅલ સિમ કાર્ડને સપોર્ટ કરે છે.

કિંમત
8GB રેમ +128GB સ્ટોટેજ - 29,999 રૂપિયા
12GB રેમ + 256GB સ્ટોરેજ -33,999 રૂપિયા

ઓફર
ફ્લિપકાર્ટ પર HDFC બેંકથી ફોનની ખરીદી પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને SBIનાં ડેબિટ કાર્ડથી ફોનનીન ખરીદી પર 5%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
રિઅલમીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોનની ખરીદી HDFC બેંકનાં ડેબિટ કાર્ડથી કરવાથી 10% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને જિઓના ગ્રાહકોને 5500 રૂપિયાની કૂપન પણ આપવામાં આવી રહી છે. આ સાથે અનેક ઓફર આપવામાં આવી રહી છે.

રિઅલમી X2 પ્રોનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.5 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (1080x2400) સુપર AMOLED
OS કલર ઓએસ 6.1 બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર ઓક્ટા-કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર
રેમ 8GB/12GB
સ્ટોરેજ 128GB/256GB
રિઅર કેમેરા 64MP+13MP+8MP+2MP
ફ્રન્ટ કેમેરા 16MP
બેટરી 4000mAh વિથ 50W સુપર VOOC ફ્લેશ ચાર્જ સપોર્ટ
ડાયમેંશન 161x75.7x8.7 mm
વજન 199 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme X2 Pro starts selling in open sale on Flipkart, starting price ₹ 29,999


from Divya Bhaskar https://ift.tt/2OA04qV

No comments:

Post a Comment