Friday, 29 November 2019

શાઓમી કંપની ભારતમાં mi ક્રેડિટ એપને નવાં ફીચર સાથે 3 ડિસેમ્બરે ફરી લોન્ચ કરશે

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની શાઓમી તેના એમઆઈ ક્રેડિટ એપને ભારતમાં રિ-લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના જણાવ્યા અનુસાર આ એપને 3 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આ નવાં વર્ઝનની એપમાં નવાં ફીચર અને નવાં યુઝર ઇન્ટરફેસ મળશે. આ એપને અગાઉ મે 2018માં લોન્ચ કરવામાં આવી હતી. કંપની આ એપનાં માધ્યમથી માત્ર 10 મિનિટમાં પર્સનલ લોન આપશે.

કંપનીએ આગામી ગુરુવારે યોજાનારી ઇવેન્ટના આમંત્રણ આપવાના શરૂ કર્યા છે. આ એપને પહેલાં બેંગલુરુ બેઝ્ડ સ્ટાર્ટઅપ કંપની અને ઇન્સ્ટન્ટ પર્સનલ લોન પ્લેટફોર્મ ક્રેડિટબી સાથે મળીને લોન્ચ કરવામાં આવશે.

લોન પ્રદાન કરતી સર્વિસનાં માધ્યમથી કંપની તેનો પ્રોડક્ટ સેલ વધારવાની યોજના બનાવી રહી છે. એપનાં સ્પેસિફિકેશન વિશે લોન્ચિંગ ઇવેન્ટમાં જાહેરાત કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi Company will re-launch the Mi Credit App in India on December 3 with a new feature


from Divya Bhaskar https://ift.tt/37SpwzA

No comments:

Post a Comment