ગેજેટ ડેસ્ક: ચીનની ટેક કંપની શાઓમી ઝડપથી ભારતીય માર્કેટમાં એક પછી એક સ્માર્ટ પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે. શાઓમી હવે માત્ર તેના અફોર્ડેબલ પ્રાઇસના સ્માર્ટફોન માટે જ નહીં પણ યુનિક પ્રોડક્ટ માટે પણ દુનિયાભરમાં પોપ્યુલર થઈ રહી છે. ગ્લોબલ માર્કેટમાં કંપનીએ સ્માર્ટ ફિશ ટેન્ક, ઈલેક્ટ્રીક કૂકર અને સ્માર્ટ જેકેટ સહિત અન્ય ઘણા પ્રોડક્ટ લોન્ચ કર્યાં છે, હવે ભારતીય માર્કેટમાં પણ તે લોન્ચ થઈ શકે છે.
1.શાઓમી સ્માર્ટ ફિશ ટેન્ક

ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થઈ ચૂકેલી સ્માર્ટ ફિશ ટેન્ક હવે ટૂંક સમયમાં ભારતના માર્કેટમાં પણ લોન્ચ થવાની તૈયારીમાં છે. ભારતમાં તેની કિંમત 3 હજાર રૂપિયા સુધીની હશે. તેને જે રીતે ડિઝાઈન કરવામાં આવી છે, તે રીતે તેમાં વારંવાર પાણી બદલવાની જરૂર નહીં રહે. ટેન્કથી નાઇટ્રેટ અને અન્ય વેસ્ટ મટિરિયલ આપોઆપ બહાર થઈ જશે. માછલીઓને ભોજન આપવા માટે તેમાં અલગથી એક નોબ આપ્યું છે. નોબની મદદથી ઓક્સિજન લેવલ પણ મેનેજ કરી શકાય છે. સૌથી ખાસ વાત તો એ છે કે, આ ટેન્ક એક ઍક્વેટિક પ્લાન્ટની સાથે આવે છે, તેને ઈલેક્ટ્રીસિટીની જરૂર પડશે. ઇમર્જન્સીમાં તેને પાવરબેન્કની મદદથી પણ ચલાવી શકાય છે.
2. બ્લુટૂથ અલાર્મ વિથ ટેમ્પરેચર હ્યુમીડિટી સેન્સર

આ એક સિમ્પલ અલાર્મ ઘડિયાળની જેવી દેખાય છે, પણ તે ઘણી સ્માર્ટ છે. ભારતમાં તેની કિંમત આશરે 590 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તેમાં અલગ-અલગ 16 રિંગટોન અલાર્મ સેટ કરી શકાય છે. બ્લુટૂથ કનેક્ટિવિટી માટે તેને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે. ઈન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, તેમાં ટેમ્પરેચર અને હ્યુમીડિટી સેન્સર પણ મળે છે. આ ઉપરાંત ઘડિયાળ ઓટોમેટિક ડિસ્પ્લેની બ્રાઈટનેસ પણ એડજસ્ટ કરે છે.
3. સ્માર્ટ ગાર્બેજ બિન

શાઓમીની આ સ્માર્ટ કચરાપેટીમાં ઈન્ફ્રારેડ સેન્સર લાગેલા છે. આ કચરાપેટી 30 ડિગ્રી સુધી મુવમેન્ટ કરે છે. તેનું ઢાંકણું આપોઆપ ખૂલે છે અને બંધ થાય છે. આખી ગાર્બેજ બિન ભરી જતાં તે લોક પણ થઈ જાય છે. 330x188x370 ડાયમેંશનની આ કચરાપેટીની ક્ષમતા 12 લીટરની છે. કચરાપેટીને આરામથી ઘરના કોઈ ખૂણે રાખી શકાય છે. તેમાં 2000 mAh બેટરી પણ લાગેલી છે, જે સિંગલ ચાર્જિંગમાં 150 દિવસ ચાલે છે. ફુલ ચાર્જ પછી તેનું ઢાંકણું 20 હજાર વખત ખૂલી-બંધ થઈ શકે છે. ભારતીય બજારમાં તેની કિંમત 2 હજાર રૂપિયા સુધીની હશે.
4. એફએમ રેડિયો પાવરબેન્ક

શાઓમીની પાવરબેન્કમાં ઈન-બિલ્ટ એફએમ રેડિયો મળે છે. સાથે જ તેમાં બે યુએસબી ટાઈપ-એ પોર્ટ મળે છે, જેની મદથી અન્ય ડીવાઈસ ચાર્જ કરી શકાય છે. પાવરબેન્કની કેપેસિટી 10 હજાર mAhની છે. તેની કિંમત ભારતમાં 1400 રૂપિયા સુધીની હશે. કંપનીએ તેને પોર્ટેબલ ડિઝાઈનની સાથે સ્કિન-ફ્રેન્ડલી પ્લાસ્ટિકમાંથી બનાવી છે. તેમાં નાની ડિસ્પ્લે પણ છે, જેમાં પાવરબેન્કની ચાર્જ કેપેસિટી મામલે જાણકારી મળે છે. ટોપ પર રેડિયો ઓન-ઓફ કરવા માટે બટન આપ્યું છે. કંપનીનું કહેવું છે કે, આ પાવરબેન્ક આઈફોન એક્સને ત્રણ વાર ફુલ ચાર્જ કરી શકે છે.
5. રેડમી સ્પીકર પ્લે

રેડમીનું આ AI સ્પીકર પ્લે શાઓમીના જ XiaoAI 3.0 વર્ચ્યુઅલ વોઇસ આસિસ્ટન્ટ સાથે આવે છે. તેનાથી ઘરમાં લાગેલા અન્ય સ્માર્ટ ડિવાઈસ કન્ટ્રોલ કરી શકાય છે. ભારતમાં તેની કિંમત 800 રૂપિયા સુધીની હશે. તેમાં વ્હાઇટ, બ્લૂ, લાઈમ અને રેડ કલર્સના વિકલ્પ છે. તેની અંદર 1.75 ઈંચના 5 વૉટના સ્પીકર લાગેલા છે. આ સ્પીકર પ્લે એન્ડ્રોઈડ અને આઈઓએસ એમ બંને ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકાય છે. તેનાથી હેન્ડ્સ ફ્રી કોલિંગ પણ કરી શકાય છે.
6. શાઓમી ઇલેક્ટ્રિક પ્રેશર કૂકર

આ પ્રેશર કૂકરને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેની કિંમત 6,300 રૂપિયા સુધી હોઈ શકે છે. આ કૂકર દેખાવમાં સામાન્ય કૂકરની જેમ જ લાગે છે. તેમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક સ્ટેપ લેસ પ્રેશર રેગ્યુલેશન ટેક્નોલોજી સહિત કોરિયન ફાસ્ટ એલ્યુમિનિયમથી બનાવવામાં આવ્યું છે. તેમાં ઘણાં બધા માઈક્રો પ્રેશર રિલીફ પોઇન્ટ આપવામાં આવ્યાં છે. તેમાં મોટી LED સ્ક્રીન પણ આપવામાં આવી છે જે કૂકિંગ સંબધિત માહિતી આપે છે. આ કૂકરને એપનાં માધ્યમથી પણ કન્ટ્રોલ કરી શકાય છે.
7. શાઓમી હીટેડ જેકેટ

ભારતમાં આ જેકેટની કિંમત 5,000 રૂપિયા હોઈ શકે છે. આ જેકેટ કંપનીની ખાસ પ્રોડક્ટમાંથી એક છે. ઠંડાં વાતાવરણ માટે બનાવવામાં આવેલાં આ જેકેટમાં સ્માર્ટ ટેમ્પરેચર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેકેટમાં 10,000 mAhની પાવર બેંક લગાડવામાં આવી છે, જે જેકેટને 7 કલાક સુધી ગરમ રાખે છે. તેમાં થ્રી સ્પીડ ટેમ્પરેચર કન્ટ્રોલ ફીચર મળે છે. આ જેકેટ વોટરપ્રૂફ છે.
8.શાઓમી જિયિંગ ગ્રામોફોન ફોટો પ્રિન્ટર

આ પ્રોડક્ટને ચીનમાં ગત ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવી છે. આ ફોટો પ્રિન્ટર AR (ઓગમેન્ટેડ રિયાલિટી) રેકગ્નિશન ટેક્નોલોજી સપોર્ટ કરે છે. તેમાં વાયરલેસ નેટવર્ક કનેક્શન ફીચર પણ મળે છે. ભારતમાં તેની કિંમત 7,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ફોટો પ્રિન્ટ કરવામાં આ પ્રિન્ટર 1 મિનિટનો સમય લગાડે છે. આ પ્રિન્ટરમાં અનેક કનેક્ટિવિટીના ઓપ્શન આપવામાં આવશે. ફુલ ચાર્જમાં તે 40 ફોટો પ્રિન્ટ કરી શકે છે.
9. પાવરબેંક વિથ હેન્ડ વાર્મર

આ એક નાની પાવરબેંક છે, જે હેન્ડ વાર્મરનું પણ કામ કરે છે. આ પાવરબેંક તેની બન્ને સપાટીએથી ગરમી આપી શકે છે. તેને રેટ્રો રેડિયોનો લુક આપવામાં આવ્યો છે. આ પાવરબેંકને એલ્યુમિનિયમથી બનાવવામાં આવી છે. પાવરબેંકમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. ભારતમાં તેની કિંમત 1400 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
10. ટ્રાવેલ ઇલેક્ટ્રિક કપ

આ ટ્રાવેલ ઇલેક્ટ્રિક કપને થર્મો ફ્લાસ્ક કહેવામાં આવે છે. તેને ગરમ પાણી સ્ટોર કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. તેમાં પાણીને ગરમ પણ કરી શકાય છે. આ ઇલેક્ટ્રિક કપમાં 300 વૉટનું આઉટપુટ પાવર હીટર લગાવવામાં આવ્યું છે. ભારતમાં તેની કિંમત 1,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તેની ક્ષમતા 400 મિલી લીટરની છે. તેમાં પાણી ગરમ થતા 8 મિનિટનો સમય લાગે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Q0OTbz
No comments:
Post a Comment