ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની ઓપોની સબબ્રાન્ડ કંપની ઓપોએ કેટલાક દિવસ પહેલાં જ તેના વાયરલેસ હેડફોન ‘રિઅલમી બડ્સ એર’ લોન્ચ કર્યા હતા. ગુરુવારે ઓપો કંપનીએ ચીનમાં ‘ઈન્કો ફ્રી’ વાયરલેસ ઈયરફોન લોન્ચ કર્યા છે. આ હેડફોનને કંપનીએ ઈન્નો ડે 2019 કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો. ચીનમાં તેની કિંમત 699 ચીની યુઆન (આશરે 7 હજાર રૂપિયા) છે. ચીનમાં તેનાં વ્હાઈટ, પિન્ક અને બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
‘ઈન્કો ફ્રી’ વાયરલેસ હેડફોનનાં બેઝિક સ્પેસિફિકેશન
- આ ઈયરફોન એપલ કંપનીના એરપોડ્સ જેવા લાગે છે. રિઅલમીના ઈયરફોન પણ ‘એરપોડ્સ’ જેવા જ દેખાય છે પરંતુ આ ઈયરફોન રિઅલમી કરતાં થોડાં અલગ છે.
- આ ઈયફોનમાં ગ્લો ડિઝાઈન આપવામાં આવી છે. ઈયરફોનને કન્ટ્રોલ અથવા કમાન્ડ આપવા માટે સ્લાઈડર બટન આપવામાં આવ્યું છે.
- ઈયરફોનની ડાબી બાજુની પેરથી વોલ્યુમ કન્ટ્રોલ કરીશકાય છે અને જમણી બાજુની પેરથી ગીતો બદલી શકાય છે.·
- આ ઈયરફોનમાં 13.4mmનાં ડાયનેમિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. તે ડ્યુઅલ માઈક્રોફોન બીમ ફોર્મિગ ટેક્નોલોજી સપોર્ટ કરે છે.
- ઈયરફોનનાં કેસ પર બ્રાન્ડિંગ સાથે LED ઈન્ડિકેટર પણ આપવામાં આવ્યાં છે. કેસની જમણી બાજુએ પેરિંગ અને રિસેટ બટન આપવામાં આવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39g57oM
No comments:
Post a Comment