Thursday, 26 December 2019

મોદીએ સૂર્ય ગ્રહણનો ફોટો શેર કર્યો, ફોટો જોઈને યુઝર્સે તેમના ચશ્માંની કિંમત 1.53 લાખ રૂપિયા ગણાવી

ગેજેટ ડેસ્કઃ દિલ્હી, તામિલનાડુ અને કેરળ સહિત દેશના અનેક રાજ્યોમાં ગુરુવારે સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું. તે સવારે 8:04 વાગ્યાથી શરૂ થયું હતું અને ભારતમાં તેનો ગ્રહણકાળ 2:52 કલાકનો રહ્યો હતો. સામાન્ય જનતાની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દશકનું છેલ્લું સૂર્ય ગ્રહણ જોવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તસવીરો ટ્વીટ કરીને લખ્યું હતું કે, ઘણા ભારતીયોની જેમ હું પણ #solareclipse2019 લઈને ઉત્સાહિત હતો પરંતુ વાદળોને લીધે તેને જોઈ ન શક્યો. જોકે લાઈવ સ્ટ્રીમનાં માધ્યમથી કોઝિકોડ (કેરળ)થી ગ્રહણની ઝલક જોઈ હતી.

પ્રધાનમંત્રી મોદીના આ ટ્વીટ પછી સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ હતી. કેટલાક લોકોએ તેમના ફોટા પર મીમ્સ બનાવ્યા હતા તો કેટલાક યુઝર્સ ચશ્માંની કિંમત શોધી રહ્યા હતા અને તેમણે પહેરેલા ચશ્માંની વેબસાઈટની લિંક શેર કરી હતી. https://ift.tt/350QFgJ

યુઝરની કમેન્ટ- જો તમે જર્મન સપનામાં જીવી રહ્યા છો તો તેને જર્મન ચશ્માંથી જુઓ...

  • ટ્વીટર પર એક યુઝર @RoflGandhi_ એ લખ્યું કે- જો તમે જર્મન સપનામાં જીવી રહ્યા છો તો તેને જર્મન ચશ્માંથી જુઓ. Maybach (મેબેક) વર્થ 1.6 લાખ. યુઝરે બ્રાન્ડફકીર હેશટેગ પણ લખ્યું હતું.
  • આ યુઝરે 3 ફોટા શેર કર્યા છે. પ્રથમ ફોટોમાં પીએમ મોદી ચશ્માંનાં માધ્યમથી વાદળ તરફ જોતા નજરે પડે છે. બીજા ફોટામાં યુઝરે ચશ્માં પર રહેલો મેબેક કંપનીનો લોગો દર્શાવ્યો છે, ત્રીજા ફોટામાં મેબેક ચશ્માંની કિંમત દર્શાવી છે, જે 2159 ડોલર છે. તેની ભારતીય રૂપિયામાં કિંમત આશરે 1 લાખ 53 હજાર છે.

આ યુઝરના ટ્વીટ પર અન્ય કેટલાક યુઝર્સે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
PM Modi shares a photo of the solar eclipse, after seeing the photo, users tweeted valued of his glasses at Rs 1.53 lakh.


from Divya Bhaskar https://ift.tt/2sp4Yi7

No comments:

Post a Comment