Thursday, 26 December 2019

આગામી 23 ફેબ્રુઆરીએ ચાઈનીઝ ટેક કંપની વિવો તેનો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે

ગેજેટ ડેસ્કઃ MWC (મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ) 2020 ઇવેન્ટમાં 23 ફેબ્રુઆરીની પ્રેસ કોન્ફ્રન્સ માટે ચાઈનીઝ ટેક કંપની વિવોએ મીડિયા આમંત્રણ આપવાનું શરૂ કર્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 23 ફેબ્રુઆરીએ કંપની તેનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિવો કંપની ક્યારે પણ MWC ઇવેન્ટ માટે નિયમિત રહી નથી તેવામાં આ વખતની MWC ઇવેન્ટ માટે કંપનીએ આમંત્રણ આપતા કંપની તેનો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.

કંપનીએ મીડિયા આમંત્રણમાં માત્ર 23 ફેબ્રુઆરીનો જ ઉલ્લેખ કર્યો છે. આ દિવસે કંપની ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે તો તે સેમસંગ, હુવાવે અને મોટોરોલા સહિતની ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરનાર કંપનીઓની હરોળમાં સામેલ થશે. જોકે કંપનીએ પ્રોડક્ટ લોન્ચ વિશે કોઈ માહિતી આપી નથી. 23 ફેબ્રુઆરીએ કંપની તેનો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ નથી કરતી તો આ દિવસે ‘વિવો V 19’ અને ‘વિવો V 19 પ્રો’ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી શકે છે.

વિવો V 19 પ્રોને આ વર્ષે જ લોન્ચ કરવામાં આવેલા ‘વિવો V 17 પ્રો’નાં અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીએ ‘વિવો X30’ અને ‘વિવો X30 પ્રો’ સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કર્યા છે. આ બંને મોડલ 5G કનેક્ટિવિટી સપોર્ટ કરે છે અને તેમાં એક્સિનોસ 980પ્રોસેસર આપવામાં આવ્યું છે.

વર્ષ 2019માં વિવો કંપનીને ‘વિવો V 17 પ્રો’ માટે સારી સફળતા મળી હતી. આ વર્ષે ભારતમાં કંપનીએ U, Y અને S સિરીઝના સ્માર્ટફોન લોન્ચ ર્ક્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/378XIFJ

No comments:

Post a Comment