ગેજેટ ડેસ્કઃ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ, ઇમેઇલ, ઇન્ટરનેટ બેંકિંગ સહિત અનેક વસ્તુને સુરક્ષિત રાખવા માટે પાસવર્ડ એક મહત્ત્વનું પાસું છે. યુઝર પાસવર્ડનો ઉપયોગ અનેક માધ્યમ માટે કરે છે તેથી તમામ માધ્યમ માટે એક સરખો અથવા સરળતાથી યાદ રહે તેવો પાસવર્ડ જનરેટ કરે છે. યુઝરની આવી બેદરકારીનો ફાયદો હેકર્સ સરળતાથી ઊઠાવી લે છે. સરળતાથી યાદ રાખી શકાય તેવા પાસવર્ડને હેકર્સ સહેલાઈથી હેક કરીને યુઝરના બેંક અકાઉન્ટ સહિતની અનેક જાણકારી મેળવીને પોતાનો ફાયદો કરે છે. પાસવર્ડ મેનેજમેન્ટ કંપની સ્પ્લેશડેટા તરફથી એન્યુઅલ રાઉન્ડઅપનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ લિસ્ટમાં હેક કરવામાં આવેલા 50 લાખ પાસવર્ડ સામેલ છે. તેમાંથી કંપનીએ 50 સૌથી કમજોર પાસવર્ડનું લિસ્ટ જાહેર કર્યું છે. જો આ લિસ્ટમાં તમારો પાસવર્ડ સામેલ છે તો તેને બદલીને એક મજબૂત પાસવર્ડ બનાવી લો.
સૌથી કમજોર પાસવર્ડ
સૌથી કમજોર પાસવર્ડનાં લિસ્ટમાં 123456, 123456789, qwerty, Password, 1234567, 12345678, 12345, iloveyou, 111111, 123123, abc123, qwerty123, 1q2w3e4r, admin, qwertyuiop, 654321, 555555, lovely, 7777777, welcome, 888888, princess, dragon, password1, 123qwe, 666666, 1qaz2wsx, 333333, michael, sunshine, liverpool, 777777, 1q2w3e4r5t, donald, freedom, football, charlie, letmein, !@#$%^&*, secret, aa123456, 987654321, zxcvbnm, passw0rd, bailey, nothing, shadow, 121212, biteme અને ginger સહિતના પાસવર્ડ સામેલ છે.
આ તમામ પાસવર્ડ આ વર્ષના સૌથી કમજોર અને કોમન પાસવર્ડ છે. આ પ્રકારના પાસવર્ડ યાદ રાખવામાં સરળ હોય છે. તેમાંથી કેટલાક પાસવર્ડ કી-બોર્ડ, વ્યક્તિના નામ પર આધારિત છે. યુઝર એ વાતથી અજાણ હોય છે કે હેકર્સને આ તમામ પ્રકારના કોમ્બિનેશન ખબર હોય અને તેમનું અકાઉન્ટ સરળતાથી હેક થઈ શકે છે.
મજબૂત પાસવર્ડ બનાવો
- તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ, ઇમેઇલ અથવા ઇન્ટરનેટ બેંકિંગના પાસવર્ડમાં અલ્ફા ન્યૂમેરિકનો ઉપયોગ કરવો જોઈએ. અલ્ફા ન્યૂમેરિક પાસવર્ડમાં કેપિટલ લેટર્સ, સ્મોલ લેટર્સ, ડિજિટ અને સ્પેશિયલ કેરેક્ટરનું કોમ્બિનેશન આવશ્યક છે. અલ્ફા ન્યૂમેરિક પાસવર્ડને હેકર્સ સરળતાથી હેક કરી શકતા નથી.
- એક વખત પાસવર્ડ જનરેટ કર્યા પછી તેને દર મહિને થોડાક ફેરફારો સાથે બદલતા રહેવું જોઈએ. સમયાંતરે પાસવર્ડ બદલતા રહેવાથી તમારું અકાઉન્ટ સુરક્ષિત રહે છે અને હેકર્સ તેને સરળતાથી ક્રેક કરી શકતા નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39n0PvQ
No comments:
Post a Comment