Friday, 27 December 2019

ઓનર કંપની વર્ષ 2020માં 2 લેપટોપ લોન્ચ કરશે, ‘વિઝન સ્માર્ટ’ સાથે ટીવી સેગમેન્ટમાં ડેબ્યુ કરશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓનર વર્ષ 2020માં ભારતમાં પર્સનલ કમ્પ્યૂટર બજારમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં કંપની વિન્ડો બેઝ્ડ 2 લેપટોપ લોન્ચ કરશે. આ લેપટોપ ઇન્ટેલ અને AMD પ્રોસેસરથી સજ્જ હશે. જોકે આ લેપટોપને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

ઓનરના માર્કેટિંગ અને સેલ્સ પ્રેસિડન્ટ જેમ્સ જોઉના જણાવ્યા અનુસાર, કંપની માઈક્રોસોફ્ટ સાથે મળીને લેપટોપ તૈયાર કરી રહી છે અને વર્ષ 2020માંભારતમાં કંપની 2 લેપટોપ લોન્ચ કરશે. તેમાંથી એક લેપટોપનું નામ મેજિકબુક છે. જોકે આ લેપટોપને કઈ તારીખે લોન્ચ કરવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ લેપટોપને વર્ષ 2020નાં પ્રથમ 3 મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે.

ભારતમાં કંપનીનો પોર્ટફોલિયો વધારવા માટે ટીવી સેગમેન્ટમાં પણ એન્ટ્રી કરશે. કંપની ઓનર વિઝન ટીવીને ભારત સહિત અનેક દેશોમાં લોન્ચ કરશે.
કંપની ભારતીય બજારમાં રોકાણ કરશે અને ઓનલાઈન કેટેગરી પર વધારે ધ્યાન આપશે. ઓનર કંપની ટેબ્લેટ સહિતની અનેક પ્રોડક્ટ્સને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેના માટે કંપની પાર્ટનર શોધી રહી છે.

હુવાવે મીડિયા સર્વિસને વેગ આપવા માટે કંપની આશરે 150થી વધારે એપ્સ પણ લોન્ચ કરી શકે છે. તેના માટે કંપની ચીન અને ભારતના ડેવલપર્સ સાથે સંપર્કમાં છે. કંપની વર્ષ 2020માં તેનો 5G સ્માર્ટફોન પણ લોન્ચ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/2EYYtoJ

No comments:

Post a Comment