Monday, 30 December 2019

વન પ્લસ, સેમસંગ અને હુવાવે સહિત અન્ય કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ થશે

ગેજેટ ડેસ્કઃ વર્ષ 2020માં નવાં ગેજેટ્સ લોન્ચ કરવા માટે ટેક કંપનીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. ચાઈનીઝ ટેક કંપની શાઓમી, વનપ્લસ, રિઅલમી અને ઓપો કંપની તેના નવા ડિવાઇસિસને વર્ષ 2020માં લોન્ચ કરશે. વન પ્લસ કંપની તેનો 8 સિરીઝનો સ્માર્ટફોન વર્ષ 2020ના બીજા ત્રિમાસિક સમયગાળામાં કરશે. રિઅલમી કંપની જાન્યુઆરીમાં ‘રિઅલમી x50’ સ્માર્ટફોન લોન્ચ કરશે. સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ નવાં વર્ષમાં ગેલેક્સી નોટ 10 લાઈટ, ગેલેક્સી s11 અને ગેલેક્સી s10 લાઈટ સહિતના અનેક સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેમાંથી મોટા ભાગના સ્માર્ટફોનમાં પંચ હોલ ડિસ્પ્લે મળી શકે છે. વર્ષ 2020માં ટેક કંપનીઓનું ફોકસ ફોલ્ડેબલ સ્માર્ટફોન પર રહેશે.

વનપ્લસ 8 સિરીઝ વર્ષ 2020ના બીજા ત્રિમાસિકગાળામાં લોન્ચ કરશે
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચાઈનીઝ ટેક કંપની વન પ્લસ 8 સિરીઝને વર્ષ 2020ના બીજા ત્રિમાસિકગાળામાં લોન્ચ કરશે. તેમાં વનપ્લસ 8 અને વનપ્લસ 8 લાઈટ સામેલ છે. આ ફોનમાં 6.4 ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળી શકે છે. તેનાં પ્રો વેરિઅન્ટમાં 6.7 ઇંચની સ્ક્રીન મળી શકે છે. ફોનનાં લાઈટ વર્ઝનમાં 90Hz અને પ્રો વર્ઝનમાં 120Hz રિફ્રેશરેટ વાળી ડિસ્પ્લે મળશે.

ફોનનાં 8 અને 8 પ્રો વેરિઅન્ટમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળી શકે છે. ફોનનાં 8 લાઈટ વર્ઝનમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજને લોન્ચ કરવામાં આવી શકે છે.

8 સિરીઝના ફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે. આ સિવાય ફોનનાં 4 રિઅર કેમર સેટઅપમા 10X હાઇબ્રિડ ઝૂમ ટેલિફોટો લેન્સ અને અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ મળશે. આ સિરીઝના ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે.

શામોમી ‘રેડમી 9’ પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં લોન્ચ થશે
આ ફોનને પહેલાં ચીનમાં લોન્ચ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં મીડિયાટેક હીલિયો G70 પ્રોસેસર, 6.6 ઇંચની ડોટ નોજ ડિસ્પ્લે, 4GB સુધીની રેમ અને 64GBનું સ્ટોરેજ મળશે. આ ફોનને ‘રેડમી 8’નાં અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે.

18 ફેબ્રુઆરી વર્ષ 2020માં 18 ફેબ્રુઆરીએ સેમસંગ S11 સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરશે
18 ફેબ્રુઆરીએ સાન ફ્રાન્સિસ્કોમાં યોજાનાર એક ઇવેન્ટમાં કંપની S11 સિરીઝ લોન્ચ કરશે. તેમાં ગેલેક્સી s11, ગેલેક્સી sE, ગેલેક્સી S11+ મોડલ સામેલ છે. આ ઇવેન્ટમાં કંપની તેનો બીજો ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે. ગેલેક્સી s11માં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા આપવામાં આવશે. અમેરિકામાં ફોનમાં સ્નેપડ્રેગન 865 અને યુરોપમાં ઓક્સિનોસ 990 પ્રોસેસર આપવામાં આવશે. ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી શકે છે.

હુવાવે p40
વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક સમયગાળમાં હુવાવે p સિરીઝનો સ્માર્ટફોન ‘હુવાવે p40’ લોન્ચ કરશે.પહેલાં તેને યુરોપમાં લોન્ચ કરવામાં આવશે. ફોનમાં 6.57 ઇંચની ડિસ્પ્લે, કિરીન 990 પ્રોસેસર 12 GB રેમ અને 512 GBનું સ્ટોરેજ આપવામાં આવી શકે છે. ફોનમાં 5 રિઅર કેમેરા સેટઅપ પણ મળી શકે છે. આ ફોનમાં કંપની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ આપી શકે છે.


જાન્યુઆરીમાં ‘રિઅલમી X50’ લોન્ચ થશે
કંપનીનો પ્રથમ 5G સ્માર્ટફોન ‘રિઅલમી X50’ જાન્યુઆરી 2020માં લોન્ચ થશે. ફોનમાં 6.44 ઇંચની AMOLED ડિસ્પ્લે, VOOC ફ્લેશ ચાર્જ 4.0 સપોર્ટ, એન્ડ્રોઇડ 10, સ્નેપડ્રેગન 765 પ્રોસેસર મળશે. ફોનમાં 60MP પ્રાઈમરી કેમેરા સાથે 2 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. ફોનમાં 12GB સુધીની રેમ અને 256GB સુધીનું સ્ટોરેજ આપવામાં આવશે.

સેમસંગ ગેલેક્સી S10 લાઈટ જાન્યુઆરીમાં લોન્ચ થશે
મીડિયા રિપોર્ટ અનુસાર ગેલેક્સી S10 લાઈટ સ્માર્ટફોનને વર્ષ 2020માં જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં 6.7 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે મળશે. ફોનમાં ક્વૉલકોમ 855 પ્રોસેસર, એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને 4500mAhની બેટરી આપવામાં આવશે. ફોનમાં 8GB સુધીની રેમ અને 128GB સુધીનું સ્ટોરેજ મળશે. ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે.


ઓપો ફાઇન્ડ X2 પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં લોન્ચ થશે
ચાઈનીઝ ટેક કંપની ઓપો વર્ષ 2020માં ‘ઓપો ફાઇન્ડ X2’ સ્માર્ટફોનને નવાં વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં લોન્ચ કરશે. ફોનમાં સોનીની નવી ઇમેજ સેન્સર ફીચર આપવામાં આવશે. તેની મદદથી કેમેરામાં વધારે ફોક્સ મળશે.

રેડમી K30 પ્રો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘રેડમી K30 પ્રો’ સ્માર્ટફોનને વર્ષ 2020માં માર્ચ મહિનામાં લોન્ચ કરવામાં આવશે.આ ફોનમાં 6.7 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે, 5G મોડેમ, સ્નેપડ્રેગન 865 પ્રોસેસર,પંચ હોલ ડિસ્પ્લે અને 4500mAhની બેટરી આપવામાં આવી શકે છે. ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઈટ
ગેલેક્સી નોટ 10 લાઈટ 2020માં લોન્ચ થનાર ટોપ સ્માર્ટફોનનાં લિસ્ટમાં સામેલ છે. તેમાં એક્સિનોસ 9810 પ્રોસેસર સહિત 6 GBરેમ અને 256 GBનો સ્ટોરેજ ઓપ્શન મળી શકે છે. ફોન 6.5 ઇંચ અને 6.7 ઇંચમાંથી કોઈ એક સ્ક્રીન સાઈઝમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેમાં સ્ટોરેજ વધારવાની પણ સુવિધા મળશે. ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓએસ મળશે જે સેમસંગના વન યુઆઈ 2 પર બેઝ્ડ હશે. સિક્યોરિટી માટે આમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. આમાં એસ પેન સપોર્ટ પણ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The latest smartphones from other companies including One Plus, Samsung and Huawei will be launched in 2020


from Divya Bhaskar https://ift.tt/366gHka

No comments:

Post a Comment