Monday, 30 December 2019

પાવરબેંકની ક્ષમતા ધરાવતા ઓપોના સ્માર્ટફોન ‘ઓપો A5’નું 6GB રેમ વેરિઅન્ટ ભારતમાં લોન્ચ થયું, કિંમત ₹ 14,990

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ સ્માર્ટફોન કંપની ઓપોએ તેનાં ‘ઓપો A5’ સ્માર્ટફોનનું 6GB રેમ વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કર્યું છે. તેની કિંમત 14,990 રૂપિયા છે. ફોનની ઓનલાઇન ખરીદી કંપનીની વેબસાઈટ અને ઓફલાઈન સ્ટોર્સ પરથી કરી શકાશે. આ નવાં વર્ઝનમાં 6GBની રેમ અને 128GBનું સ્ટોરેજ મળશે. આ અગાઉ ભારતમાં ફોનનાં 3GB રેમ અને 4GB રેમ ધરાવતાં વેરિઅન્ટને જ લોન્ચ કરવામાં આવ્યાં હતાં.

ફોનનાં જૂના વેરિઅન્ટને સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યાં હતાં. ફોનનાં 3GB+64GB વેરિઅન્ટની કિંમત 11,990 રૂપિયા અને 4GB+64GB વેરિઅન્ટની કિંમત 12,490 રૂપિયા છે. ફોનમાં 4 રિઅર

કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનની ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ પાવરબેંકની જેમ પણ કરી શકાય છે.

‘ઓપો A5’ 6GB વેરિઅન્ટનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.5 ઇંચ
ડિસ્પ્લેટાઈપ HD+ (720X1600) વિથ ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન
સિમટાઈપ ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ
પ્રોસેસર ઓક્ટાકોર કવૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર
OS એન્ડ્રોઇડ 9 પાઈ
રેમ 6GB
સ્ટોરેજ 128GB
રિઅર કેમેરા 12MP+ 8MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા 8MP
કનેક્ટિવિટી વાઇફાઇ 802.11, બ્લુટૂથ5.0,GPS, FM રેડિયો, માઈક્રો USB, 3.5mm ઓડિયો જેક
બેટરી 5000mAh વિથ રીવર્સ ચાર્જિંગ સપોર્ટ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Powerbank-powered Oppo smartphone 'Oppo A5' launches 6GB RAM variant in India, priced at ₹ 14,990


from Divya Bhaskar https://ift.tt/358iiEM

No comments:

Post a Comment