Saturday, 28 December 2019

કંપનીએ બીટા યુઝર્સ માટે નવું ફીચર રોલઆઉટ કર્યું, યુઝરે નક્કી કરેલા સમય પર મેસેજ ડિલીટ થઈ જશે

ગેજેટ ડેસ્કઃ વ્હોટ્સએપે ગ્રુપ માટે નવું ફીચર રોલઆઉટ કરી દીધું છે. આ ફીચરનું નામ ડિલીટ મેસેજ છે. કંપની છેલ્લા ઘણા સમયથી આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી હતી. ટેસ્ટિંગ દરમિયાન ફીચરને ડિસઅપિયરિંગ મેસેજ નામ આપ્યું છે. આ ફીચરની મદદથી ગ્રુપના મેસેજ નક્કી કરેલા સમય પર ઓટોમેટિક ડિલીટ થઈ જશે.

વ્હોટ્સએપે આ ફીચર ક્લિનીંગ ટૂલની મદદથી તૈયાર કર્યું છે. આ ફીચરનો લાભ માત્ર એન્ડ્રોઈડના બીટા વર્ઝન યુઝરને જ મળશે. આ માટે વ્હોટ્સએપને અપડેટ વર્ઝન 2.19.275 જોઈશે. આ ફીચરની મદદથી મેસેજને 1 કલાકથી લઈને 1 વર્ષ સુધીના સમયમાં કરી શકશે. યુઝર ઈરછે તો આ ફીચરને ઓફ પણ રાખી શકે છે. આ ફીચરનો રાઈટ ગ્રુપના એડમીન પાસે રહેશે.

આ રીતે ફીચર ઓન કરો

Group setting => Delete messages => Off / Time => OK

યુઝર અહીં મેસજને ઓટોમેટિકલી ડિલીટ કરવાનો ટાઈમ સિલેક્ટ કરી શકે છે. અહીં 1 કલાક, 1 દિવસ, 1 અઠવાડિયું, 1 મહિનો અને 1 વર્ષનો સમય આપ્યો છે.

ટૂંક સમયમાં આઈઓએસમાં પણ આ ફીચર મળશે
વ્હોટ્સએપના સમાચાર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ પ્રમાણે આ ફીચર iOSના અપડેટ વર્ઝન 2.20.10.23 પણ મળશે. આ ફીચરનો ઉપયોગ માત્ર ગ્રુપ એડમિન જ કરી શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
New feature rollout for beta users, messages will be deleted on time


from Divya Bhaskar https://ift.tt/2Swiues

No comments:

Post a Comment