Saturday, 28 December 2019

રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ફ્રોડ કેવી રીતે થાય તે દર્શાવતો તેલંગાણાના પોલીસ કમિશ્નરનો વીડિયો વાઈરલ થયો

ગેજેટ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર તેલંગાણા પોલીસ કમિશ્નર ડોકટર વી રવિન્દ્રનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન) સાયબર ફ્રોડ વિશે માહિતી આપી રહ્યા છે. આ ફ્રોડ કેવી રીતે થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે તેની વીડિયોમાં જાણકારી આપવામાં આવી છે. આ પ્રકારના સાયબર ક્રાઇમથી બેંક અકાઉન્ટમાંથી સરળતાથી પૈસા ઉપાડી શકાય છે.

RFID સાયબર ફ્રોડ
RFIDને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન કહેવામાં આવે છે. તે એક ATM કાર્ડ સ્કિમિંગ છે. નવાં કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સથી 2,000 રૂપિયા સુધીની શોપિંગ માટે કોઈ પણ પ્રકારનાં પિન અથવા OTP (વન ટાઈમ પાસવર્ડ)ની જરૂરિયાત નથી હોતી. તેના માટે કાર્ડને સ્વાઇપિંગ મશીનની જોડે લઇ જવાથી જ પેમેન્ટ થઈ જાય છે. આ કાર્ડ NFC (નિઅર ફિલ્ડ ક્મયુનિકેશન) સપોર્ટ કરે છે. આ ટેક્નોલોજીની મદદથી ડેબિટ/ક્રેડિટ કાર્ડ વોલેટમાં હોય તો પણ પેમેન્ટ થઇ જાય છે. આ કારણોથી સરળતાથી સાયબર ફ્રોડ થઈ શકે છે.

RFIDનું સ્કિમિંગ કરતા લોકો સ્વાઇપિંગ મશીનને વોલેટ પાસે લઇ જાય છે. સ્વાઇપિંગ મશીન 4થી 5 સેન્ટિમીટર દૂર હોય તો પણ કાર્ડને કેચ કરી શકે છે. સ્વાઇપિંગ મશીનમાં એક નિશ્ચિત અમાઉન્ટ નાખીને તેઓ સરળતાથી પેમેન્ટ કરી લેતા હોય છે. આ પ્રકારનો ફ્રોડ કોઈ પણ વ્યક્તિ સાથે અનેક સંજોગોમાં સરળતાથી થઈ શકે છે. માર્કેટમાં RFID ચિપ રીડર સરળતાથી ઉપલબ્ધ છે.


સાયબર એક્સપર્ટ પણ કાર્ડને જોખમી માને છે

સાયબર સુરક્ષા એક્સપર્ટ પવન દુગ્ગલના જણાવ્યા અનુસાર, આ પ્રકારનાં કાર્ડથી લેણદેણ કરવી અસુરક્ષિત બની શકે છે અને સાયબર ફ્રોડને વેગ આપી શકે છે. તેની સુરક્ષાને લઈને અને ગ્રાહકોને જાગૃત કરવાની આવશ્યકતા છે. ગ્રાહકોએ આ પ્રકારના કાર્ડનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ.

ફ્રોડથી બચવાના ઉપાય

  • પોતાનાં ડેબિટ/ક્રેડિટને એલ્યુમિનિયમ ફોઈલમાં લપેટીને રાખો. તે RFID ફ્રીક્વન્સી બ્લોક કરે છે.
  • પોતાનાં ડેબિટ/ક્રેડિટ કારણે RFID ફ્રીક્વન્સી બ્લોક કરતા પાઉચ અથવા વોલેટમાં રાખો.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Telangana police commissioner's video showing how radio frequency identification fraud can be done


from Divya Bhaskar https://ift.tt/2EXpvNm

No comments:

Post a Comment