Tuesday, 3 December 2019

એરટેલ, વોડાફોન, આઈડિયાના ટેરિફ પ્લાન મોંઘા થયા, 79 રૂપિયા વધારે પૈસા આપવા પડશે

ગેજેટ ડેસ્ક. 3 ડિસેમ્બરથી એરટેલ, વોડાફોન, આઈડિયા જેવી કંપનીઓના ટેરિફ પ્લાન મોંઘા થઈ ગયા છે. પ્લાનની કિંમતમાં વધારો થવાથી તેની સીધી અસર ગ્રાહકોના ખીંચા પર પડી છે. પહેલા જે પ્લાન માટે ગ્રાહકોને 169 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવેથી તેના માટે 248 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે, 79 રૂપિયા વધારે પૈસા આપવા પડશે. એટલું જ નહીં વધારે પૈસા ખર્ચ કર્યા બાદ પણ યુઝર્સને પહેલા કરતા ઓછા બેનિફિટ્સ મળશે.

પ્લાનની કિંમતમાં વધારો થયો પણ બેનિફિટ્સમાં કોઈ ફેરફાર નહીં
આ વિશે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (COAI)ના ડિરેક્ટર જનરલ રાજન મેથ્યૂઝના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક વર્ષો ગ્રાહકો માટે સારોસમય હતો પરંતુ હવે ટેરિફ પ્લાનમાં વધારો થઈ ગયો છે. જો કે, છેલ્લા ચાર વર્ષ કરતા ગ્રાહકોને ઓછા પૈસા ચૂકવવા પડશે.


બીજી તરફ ટેલીકોમ સેક્રેટરી અંશુ પ્રકાશના જણાવ્યા પ્રમાણે, હવે ગ્રાહકોને 1GB ડેટા માટે 11 રૂપિયા ચૂકવવા પડશે, જે અત્યાર સુધી 1GB માટે 7.7 રૂપિયા હતા. પરંતુ તે 2015માં મળનારા 1GB ટેડા માટે 225 રૂપિયા અને 20110માં મળનારા 1GB ટેડા માટે 333 રૂપિયા કરતા સસ્તા છે. તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, 1GB ટેડાની ગ્લોબલ એવરેજ 8.5 ડોલર (અંદાજે 608 રૂપિયા)છે.


નવા ટેરિફ પ્લાનમાં આટેલા મોંઘા થયા
એરટેલ
28 દિવસની વેલિડિટીવાળા જે પ્લાનમાં યુઝર્સને સૌથી વધારે બેનિફિટ મળતો હતો તેની કિંમત 169 રૂપિયાથી શરૂ થતી હતી. આ પ્લાનની નવી કિંમત 248 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે 79 રૂપિયાનો વધારો થયો છો. (એરટેલના તમામ પ્લાન જોવા માટે અહીં ક્લિક કરો)

વોડાફોન-આઈડિયા

બંને કંપનીઓના એક જ જેવા પ્લાન છે. 28 દિવસની વેલિડિટીવાળા જે પ્લાનમાં સૌથી વધારે ફાયદો હતો તેની કિંમત પહેલાં 169 રૂપિયા હતી. હવે આ પ્લાનની કિંમતમાં 79 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે ગ્રાહકોને 248 રૂપિયા ખર્ચ કરવો પડશે. (વોડા-આઈડિયાના તમામ પ્લાન જોવા માટે અહીં ક્લિક કરો)


જિયો પોતાના નવા પ્લાન 5 ડિસેમ્બરે લોન્ચ કરશે, જે 6 ડિસેમ્બરથી લાગુ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અન્ય ટેલીકોમ કંપનીઓની સરખામણીમાં જિઓના પ્લાન સસ્તા હશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, નવા ટેરિફ પ્લાનથી ઈન્ટરક્નેક્ટ યુઝ ચાર્જ (IUC)દૂર કરવામાં આવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Airtel, Vodafone, Idea tariff plans costly, 79 rupees more money to pay


from Divya Bhaskar https://ift.tt/2sBDnd7

No comments:

Post a Comment