
ગેજેટ ડેસ્કઃ ટેક જાયન્ટ ગૂગલે તેની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સની તારીખ જાહેર કરી છે. કંપીના CEO સુંદર પિચાઈએ ટ્વીટ કરીને માહિતી આપી છે. આ કોન્ફરન્સ 12 મેથી 14મે સુધી અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત શોરલાઈન એમ્ફિથિએટરમાં યોજાનાર છે.
Cosmos aligned. We'll be back at Shoreline Amphitheatre in Mountain View for this year's #GoogleIO on May 12-14! pic.twitter.com/3bZqriaoi1
— Sundar Pichai (@sundarpichai) January 24, 2020
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર,આ કોન્ફરન્સમાં કંપની નવી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 11 લોન્ચ કરી શકે છે. તાજેતરમાં તેને ‘એન્ડ્રોઇડ R’ કોડનેમ આપવામાં આવ્યું છે. આ સાથે જ પિક્સલ 3aનાં અપગ્રેડેડ વર્ઝન પિક્સલ 4a સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે. ફોનની લીક થયેલી તસવીરો મુજબ, ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે અને 1 રિઅર કેમેરા મળી શકે છે.
ગૂગલની અપકમિંગ કોન્ફરન્સ I/O 2020 માં કંપની નેસ્ટ કનેક્ટેડ નવાં ડિવાઇસ વિશે પણ જાહેરાત કરી શકે છે. આ ઇવેન્ટમાં ગૂગલ ક્રોમ, ગૂગલ મેપ્સ, ગૂગલ સર્ચ અને યૂ-ટ્યુબની અપડેટ્સ વિશે પણ જાહેરાત કરી શકે છે. ગત વર્ષે યોજાનાર ઇવેન્ટમાં ગૂગલે ફોલ્ડેબલ ફોન રજૂ કર્યો હતો. આ વર્ષની કોન્ફરન્સમાં તેને લોન્ચ કરવામાં આવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NYAk6O
No comments:
Post a Comment