
ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન માર્કેટમાં અમેરિકાને પાછળ ધકેલી ભારતે બીજો ક્રમાંક હાંસલ કર્યો છે. ટેક ફર્મ કાઉન્ટરપોઇન્ટના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટ મુજબ વર્ષ 2019માં ગ્લોબલીસ્માર્ટફોન માર્કેટમાં ચીન પછી ભારત બીજા ક્રમાંકે છે.
આ રિપોર્ટ મુજબ વર્ષ 2019માં ભારતમાં 15.8 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થયું છે, જે ગત વર્ષ કરતાં 7% વધારે છે. ચાઈનીઝ ટેક કંપની શાઓમી 28% માર્કેટ શેર સાથે ટોચના સ્થાને છે જ્યારે 21% શેર સાથે સેમસંગ બીજા ક્રમે અને 16% શેર સાથે વિવો ત્રીજા ક્રમે છે.
વર્ષ 2019માં વર્લ્ડની તમામ બ્રાન્ડ્સની સ્પર્ધા વચ્ચે ચાઈનીઝ બ્રાન્ડ્સનો શેર 72% છે. રિપોર્ટ મુજબ શાઓમી, રિઅલમી અને વન પ્લસ કંપનીના ઓફલાઈન સેલમાં વધારો થયો છે જયારે વિવોના ઓનલાઇન સેલમાં વધારો થયો હતો. સેમસંગના શિપમેન્ટ્સમાં 5%નો ઘટાડો જોવા મળ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36lzs2h
No comments:
Post a Comment