Tuesday, 7 January 2020

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ 2020માં સ્ટાર લેબ્સ કંપનીએ દુનિયાના પ્રથમ ‘આર્ટિફિશિયલ હ્યુમન Neonનાં મોડેલ્સ રજૂ કર્યા

ગેજેટ ડેસ્કઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીએ અનેક વ્યાખ્યાઓ જ બદલી નાખી છે. આ ટેક્નોલોજીના ઉપયોગથી કલાકોના અનેક કામ મિનિટોમાં થઇ જાય છે. આ ટેક્નોલોજીથી એક સ્ટેપ આગળ જઈને હવે આપણી આજુબાજુ ‘આર્ટિફિશિયલ હ્યુમન’ એવા Neons જોવા મળશે. લાસ વેગસમાં યોજાનારા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ (CES2020)માં સ્ટાર લેબ્સ કંપનીએ ‘Neons’ મોડેલ્સ રજૂ કર્યા છે.
સાયન્ટિફિક અને ટેક્નોલોજિકલ એડવાન્સ રિસર્ચ લેબોરેટરી ફર્મ સ્ટાર લેબ્સના પ્રેસિડન્ટ અને CEO પ્રણવ મિસ્ત્રીએ આ Neonનાં મોડેલ્સ રજૂ કર્યા હતા. આ લેબ સેમસંગ કંપની સાથે સંકળાયેલી છે.

Neons હ્યુમન્સ (માણસો)ની જેમ જ વાતચીત કરી શકે છે. આ ‘આર્ટિફિશિયલ હ્યુમન’ અન્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગૂગલ અસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સાની જેમ કોઈ પણ કાર્યમાં કન્ફ્યુઝ નહીં થાય. આર્ટિફિશિયલ હ્યુમન Neon હિન્દી, સ્પેનિસ સહિતની અનેક ભાષાઓ સમજી શકશે.

CES 2020માં Neonsના 6 અવતાર (મોડેલ્સ) રજૂ કરવામાં આવ્યાં હતા. તેમાં યોગા ઇન્સ્ટ્રકટર્સ, બેન્કર, k-પૉપ સ્ટાર, ન્યૂઝ એન્કર અને ફેશન મોડેલ સામેલ હતા. Neons માણસોની જેમ જ હાવભાવ બદલી શકે છે, મૂવમેન્ટ્સ કરી શકે છે અને વાર્તાલાપ કરી શકે છે.

Neonsમાં R3 ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે, જેમાં રિયાલિટી, રિઅલ ટાઈમ અને રિસ્પોન્સિવનેસ સામેલ છે. CORE R3ને અન્ય સ્પેસિફિક સર્વિસીસ સાથે કનેક્ટ કરીને Neonsને વધારે સ્માર્ટ બનાવી શકાય છે.
આ વર્ષના અંત સુધીમાં સ્ટાર લેબ્સ Neonsનું બીટા વર્ઝન બજારમાં રજૂ કરશે. કંપની ‘NeonWorld 2020’ ઇવેન્ટમાં આ મોડેલ્સ વિશે વધુ માહિતી આપશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Star Labs Launches World's First 'Artificial Human Neon Models' at Consumer Electronics Show 2020
Star Labs Launches World's First 'Artificial Human Neon Models' at Consumer Electronics Show 2020


from Divya Bhaskar https://ift.tt/37KhfNa

No comments:

Post a Comment