ગેજેટ ડેસ્કઃ લાસ વેગસમાં દુનિયાના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020ની શરૂઆત થઈ ચૂકી છે. વિવિધ કંપનીઓ શૉમાં તેમની સ્માર્ટફોન, 5G, સ્માર્ટ હોમ અને આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સ રજૂ કરવાની છે. શૉના પ્રથમ દિવસે લેનોવો કંપનીએ દુનિયાનું પ્રથમ 5G લેપટોપ ‘યોગા 5G’ રજૂ કર્યું છે. આ લેપટોપમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 8cx 5G પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. આ લેપટોપમાં હંમેશા 5G કનેક્ટિવિટી ધરાવતું અલ્ટ્રાપોર્ટેબલ 2 ઈન 1 વિન્ડોઝ 10 આપવામાં આવ્યું છે.
આ લેપટોપને શૉમાં લેનોવાના વાઇસ પ્રેસિડન્ટ અને કન્ઝ્યુમર બિઝનેસના જનરલ મેનેજર જોન્સન જિયા અને ક્વૉલકોમના પ્રેસિડન્ટ ક્રિસ્ટિઆનો અમોન દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવ્યું છે.
આ લેપટોપ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર લેપટોપ 24 કલાકનું બેકઅપ આપે છે.
‘યોગા 5G’ નાં બેઝિક સ્પેસિફિકેશન
- લેપટોપમાં 14 ઇંચની ફુલ HD IPS ટચસ્ક્રીન, ઇન્ટિગ્રેટેડ ફિંગરપ્રિન્ટ રીડર અને IR (ઇન્ફ્રારેડ) કેમેરા આપવામાં આવ્યો છે. લેપટોપમાં હેલો સિક્યોરિટી, ડોલ્બિ અટમોસ સાઉન્ડ એનહેસમેન્ટ અને ઈ-સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.
- લેપટોપમાં હાઈ રિઝોલ્યુશન સ્ટ્રીમિંગ, ફાસ્ટર ફાઈલ ટ્રાન્સફર, રિઅલ ટાઈમ વીડિયો ચેટ્સ અને રેસ્પોન્સિવ ગેમિંગ જેવાં ફીચર આપવામાં આવ્યાં છે.
- શૉમાં લેનોવો અને ક્વૉલકોમ બંને કંપનીઓ મોબાઈલ નેટવર્ક ઓપરેટર્સ સાથે પાર્ટનર શિપ કરવા માટેની પણ જાહેરાત કરી છે. તેનાથી યુઝરને ઝડપી, સરળ અને વધારે સુરક્ષિત અનુભવ થશે.
- લેપટોપની કિંમત $1,499 (આશરે 1.07 લાખ રૂપિયા) છે. તેને શરૂઆતમાં કેટલાક દેશોમાં જ લોન્ચ કરવામાં આવશે. જોકે ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37JmdtC
No comments:
Post a Comment