Wednesday, 8 January 2020

દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રિક શોનો પ્રથમ દિવસ: સેમસંગે QLED 8K ટીવી રજૂ કર્યું, બેલકિન કંપનીનું સ્પીકર વાયરલેસ ચાર્જરનું પણ કામ કરશે

ગેજેટ ડેસ્ક: દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ શો CES 2020ની લાસ વેગાસ શહેરમાં શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન કંપનીઓ પોતાના ઈનોવેશન રજૂ કરી રહી છે. તાઇવાનની ટેક કંપની આસુસે શોમાં દુનિયાનું સૌથી ઝડપી ગેમિંગ મોનિટર આસુસ રોગ સ્વિફ્ટ લોન્ચ કર્યું છે. સાઉથ કોરિયાની સેમસંગ કંપનીએ પર્સનલ અસિસ્ટન્ટ બેલી રોબોટ સહિત નવા સ્માર્ટ ટીવી શોમાં રજૂ કર્યા છે. સેગવે નાઈટબોટે બે પૈડાંવાળી સેલ્ફ બેલેન્સિંગ ખુરશી રજૂ કરી. શોમાં સૌનું ધ્યાન ખેંચી રહેલા આ છે ઈન્ટરેસ્ટિંગ ઈનોવેશન..

એસ-પોડ: આ બે પૈડાંવાળી ખુરશી જાતે જ પોતાનું બેલેન્સ જાળવે છે

સેગવે નાઈટબોટે શોમાં એસ-પોડ બધાની સામે રજૂ કરી. આ ઈંડાંના આકારવાળી સેલ્ફ બેલેન્સિંગ ખુરશી છે. તેને વ્યક્તિગત ટ્રાન્સપૉર્ટિંગ પોડ રીતે તૈયાર કરી છે. તે 40 કિલોમીટરની સ્પીડ પર ચાલે છે. તેમાં માટે બે જ પૈડાં છે જે જાતે સંતુલન બનાવે છે. કંપનીનું કહેવું છે કે, આ ખુરશી એરપોર્ટ, થીમ પાર્ક અને શોપિંગ મોલમાં ઉપયોગમાં લઈ શકાશે.

TCL 10 સીરિઝ: કંપનીએ પ્રથમવાર સ્માર્ટફોન સેગ્મેન્ટમાં એન્ટ્રી કરી

ચીનની ઈલેક્ટ્રોનિક કંપની ટીસીએલ હવે સ્માર્ટફોનની દુનિયામાંમાં પગ મૂકી ચૂકી છે. ઈવેન્ટ દરમિયાન કંપનીએ ત્રણ સ્માર્ટફોન TCL 10 5G, TCL 10 પ્રો અને TCL 10L રજૂ કર્યો. પ્રથમવાર કંપનીએ સ્માર્ટફોન બનાવ્યો છે. તેના દરેક ફોનની કિંમત આશરે 36 હજાર રૂપિયાથી ઓછી હશે.

આસુસ રોગ સ્વિફ્ટ: દુનિયાનું સૌથી ઝડપી ગેમિંગ મોનિટર

તાઈવાનની ટેક કંપની આસુસે શોમાં 360Hzરિફ્રેશડ રેટવાળું દુનિયાનું પ્રથમ મોનિટર રજૂ કર્યું છે. આ દુનિયાનું સૌથી ઝડપી ગેમિંગ મોનિટર પણ છે. કંપનીનું કહેવું છે કે, આ ઈસ્પોર્ટ્સ અને કોમ્પિટેટિવ ગેમિંગમાં વધારે સારું પર્ફોર્મન્સ આપશે. તેમાં હાઇ-પર્ફોર્મન્સ 360Hz ઈસ્પોર્ટ્સ ડિસ્પ્લે છે, જે હાલની પેઢીના 240Hz મોનિટર કરતાં 50 ગણી ઝડપી છે.

સેમસંગ QLED ટેલિવિઝન: આ ટ્રુલી બેઝરલેસ ટીવી છે

સેમસંગ કંપનીએ ફાઈનલી તેના બેજલવાળા 8K ટીવી પરથી પડદો ઊઠાવી લીધી છે. તેની ખાસિયત છે કે, તેમાં ઇન્ફિનિટી સ્ક્રીન છે અને તેમાં નહિવત બેઝર મળશે. કંપનીનું કહેવું છે કે, તેમાં QLED ડિસ્પ્લે પેનલનો ઉપયોગ કર્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તેમાં સ્કેલિંગ આપ્યું છે, જેને કારણે8K જેવું રિઝોલ્યુશન મળશે.

સેમસંગ સેરો: તેને વર્ટિકલ અને હોરિઝોન્ટલ એમ બંને રીતે ઉપયોગ કરી શકાશે

સેમસંગે વર્ટિકલ અને હોરિઝોન્ટલ એમ બંને રીતે ફરી શકે તેવું ટીવી રજૂ કર્યું. તેમાં 43 ઈંચની વર્ટિકલ સ્ક્રીન છે. રિમોટની મદદથી તેને હોરિઝોન્ટલ પણ કરી શકાય છે. તે સ્માર્ટફોનની સાથે કનેક્ટ કર્યા પછી પણ મુવમેન્ટ કરી શકશે. આ ટીવીનો અનુભવ મોટી સ્ક્રીનવાળા સ્માર્ટફોન જેવો લાગશે. તેમાં 4.1 ચેનલ, 60 વૉટના હાઈ-એન્ડ સ્પીકર આપ્યા છે.

બેલકિન સ્માર્ટ સ્પીકર: ગીત સાંભળવાની સાથે ચાર્જ પણ કરશે

બેલકિન કંપની વાયરલેસ ચાર્જર અને ડિવિયાલેસ કંપની હાઈ-એન્ડ અલ્ટ્રા લાઉડ સ્પીકર બનાવવા માટે ફેમસ છે. બંને કંપનીએ ભાગીદારી કરીને શોમાં સાઉન્ડફોર્મ એલિટ રજૂ કર્યું હતું. આ ફાઈ-ફાઈ સ્માર્ટ સ્પીકરની સાથે વાયરલેસ ચાર્જરનું પણ કામ કરશે. તે ગૂગલ અસિસ્ટન્ટ સહિત વાયરલેસ ચાર્જિંગ પેડથી સજ્જ છે.

વન પ્લસ કોન્સેપ્ટ વન: તેમાં ઈનવિઝિબલ કેમેરા છે

શોમાં ચીનની કંપનીએ પોતાનો કોન્સેપ્ટ સ્માર્ટફોન રજૂ કર્યો. કંપનીએ તેનું નામ કોન્સેપ્ટ વન રાખ્યું છે. ફોનની ખાસિયત એ છે કે, ટીમ ક્વૉડ કેમેરા સેટઅપ છે જે ફોનમાં છુપાયેલો છે પણ પહેલી નજરે કોઈને દેખાશે નહીં. તેમાં ઉપયોગમાં લીધેલા ઈલેક્ટ્રોક્રોમિક ગ્લાસ કેમેરામાં દેખાતા નથી.

સેમસંગ બેલી રોબોટ: યુઝરની ભાવનાને સમજી શકશે

સાઉથ કોરિયાઈ કંપની સેમસંગે CES 2020માં બોલની જેવો દેખાતો બેલી રોબોટ રજૂ કર્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીથી સજ્જ આ રોબોટ સિક્યોરિટી અને ફિટનેસ અસિસ્ટન્ટની જેમ કામ કરશે. તે ઘરમાં હાજર બાળકો અને પેટ્સની સાથે રમશે.

ઇન્ટેલ કોન્સેપ્ટ ટેબ્લેટ: અત્યાર સુધીનું સૌથી મોટું ફોલ્ડેબલ ટેબ છે

શોમાં ફોલ્ડેબલ ટેક્નિક પર બેઝ્ડ ઘણા ઈનોવેશન સામે આવ્યા છે. ઈન્ટેલે શોમાં ફોલ્ડેબલ ટેબ્લેટનું પ્રોટોટાઈપ મોડેલ રજૂ કર્યું. તેમાં 17 ઈંચની OLED ફોલ્ડેબલ ડિસ્પ્લે છે. 17 ઈંચની ડિસ્પ્લેથી સજ્જ આ અત્યાર સુધીનું સૌથી મોટું ફોલ્ડેબલ ટેબ્લેટ છે. આ કંપનીએ જણાવ્યું કે, વાયરલેસ કી-બોર્ડ કનેક્ટ કરીને ફુલ ડિસ્પ્લેનો ઉપયોગ કરી શકાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
CES Las Vegas 2020 LIVE Updates | CES 2020 Consumer Electronics Show Today News On Product Launches at CES 2020


from Divya Bhaskar https://ift.tt/2N5ycK1

No comments:

Post a Comment