ગેજેટ ડેસ્કઃ કોરિયાઈ ટેક કંપની સેમસંગ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ 2020માં અનેક પ્રોડક્ટ્સ રજૂ કરશે. આ વખતના શૉમાં કંપનીનું ફોકસ લેટેસ્ટ ટેક્નોલોજીયુક્ત ટીવી અને ગેમિંગ મોનિટર પર છે. કંપની વર્ટિકલ અને હોરિઝોન્ટલ પોઝિશનમાં મૂવ કરી શકાય તેવું ટીવી રજૂ કરવાની છે. કંપની સેમસંગ સેરો ટીવી, QLED 8K ટીવી, માઈક્રો LED ટીવી અને કર્વ્ડ ગેમિંગ મોનિટર સહિતની અનેક પ્રોડક્ટ્સ રજૂ કરશે.
સેમસંગ સેરો ટીવી

વર્ટિકલ અને હોરિઝોન્ટલ પોઝિશનમાં મૂવ કરી શકાય તેવું ‘સેરો ટીવી’ સેમસંગ કંપની આ શૉમાં ઓફિશિયલી લોન્ચ કરશે. આ ટીવીમાં 43 ઈંચની વર્ટિકલ સ્ક્રીન આપવામાં આવી છે, જેને રીમોટની મદદથી હોરિઝોન્ટલ પણ કરી શકાય છે. ટીવીને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરીને પણ તેની પોઝિશન બદલી શકાય છે. આ ટીવી મોટી સ્ક્રીનવાળા સ્માર્ટફોન જેવો અનુભવ આપશે. ટીવીમાં 4.1 ચેનલ, 60 વૉટના હાઈ એન્ડ સ્પીકર્સ આપવામાં આવ્યાં છે. ટીવીની કિંમત આશરે 12,500 પાઉન્ડ (આશરે 11.50 લાખ રૂપિયા) હોઈ શકે છે. સૌ પ્રથમ ટીવીનું વેચાણ કોરિયન બજારમાં કરવામાં આવી શકે છે.
સેમસંગ QLED 8K ટીવી

આ શૉમાં કંપની QLED સ્ક્રીન ધરાવતું 8K રિઝોલ્યુશનવાળું ટીવી ‘Q950’ પણ રજૂ કરશે. તેમાં 99% સ્ક્રીન એરિયા આપવામાં આવશે. એટલે કે આ કંપનીનું પ્રથમ બેઝલલેસ ટીવી બનશે. આ ટીવીને 65 ઇંચ, 75 ઇંચ અને 85 ઇંચનાં વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ ટીવી 15mm પાતળું છે. ટીવીમાં કવૉલકોમ પ્રોસેસર, 8K રિઝોલ્યુશન, વર્ચ્યુઅલ 5.1 ચેનલ સરાઉન્ડ સાઉન્ડ ટેક્નોલોજી, ઓબ્જેક્ટ ટ્રેકિંગ સાઉન્ડ પ્લસ, સેમસંગનું ઇન્ટિગ્રેટેડ ઓફિશિયલ વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ બિક્સવાય, ગૂગલ અસિસ્ટન્ટ, એમેઝોન એલેક્સા અને ડિજિટલ બટલર જેવાં ફીચર મળશે.
સેમસંગ માઈક્રો LED ટીવી
વર્ષ 2019ના આ શૉમાં કંપનીએ LED ટીવી રજૂ કર્યું હતું આ વર્ષે તેનું એડવાન્સ વર્ઝન ‘ધ વૉલ’ CES 2020માં લોન્ચ કરશે. આ ટીવી 4K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. ટીવીમાં નાની નાની LED પ્લેટ્સ ગોઠવવમાં આવી છે, જેને એડજસ્ટ કરીને યુઝર તેની સાઈઝ બદલી શકે છે. આ ટીવીમાં અનેક રેડ, ગ્રીન અને બ્લૂ માઈક્રોસ્કોપિક LED ચિપ લગાવવામાં આવી છે.
સેમસંગ કર્વ્ડ ગેમિંગ મોનિટર

દુનિયાના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ શૉમાં કંપની ઓડિસી G9 અને G7 ગેમિંગ મોનિટર લોન્ચ કરશે. G9 મોડેલને 49 ઇંચ સ્ક્રીન સાથે લોન્ચ કરવામાં આવશે. G7 ડેલને 32 અને 27 ઇંચ સ્ક્રીન સાથે લોન્ચ કરવામાં આવશે. આ બન્ને મોનિટરમાં એક્સ્ટ્રીમ કર્વ્ડ ડિસ્પ્લે (વધારે પડતો વળાંક ધરાવતી ડિસ્પ્લે) આપવામાં આવશે. આ બન્ને મોનિટર NVIDIA G-SYNC અને એડોપ્ટિવ સિન્ક્રોનાઇઝ DP1.4 ને સપોર્ટ કરશે. G9 મોનિટર દુનિયાનું પ્રથમ ડ્યુઅલ ક્વૉડ હાઈ ડેફિનેશન (5120×1440 રિઝોલ્યુશન), 240Hz રેપિડ રિફ્રેશ રેટ, 1ms રિસ્પોન્સ ટાઈમ, 32:9 આસ્પેક્ટ રેશિયો ધરાવતું ગેમિંગ મોનિટર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZROI5A
No comments:
Post a Comment