Monday, 6 January 2020

ગૂગલ, એમેઝોન અને એપલ કંપની તેમની સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ સાથે મળીને તૈયાર કરશે, આ વર્ષે 5Gની સ્પીડમાં વધારો થશે

ગેજેટ ડેસ્કઃ વર્ષ 2020માં લેટેસ્ટ ટેક્નોલોજી જીવનને વધારે સરળ અને સ્માર્ટ બનાવશે. સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ ઘરના કામને વધુ સરળ બનાવશે. આગામી દિવસોમાં કમ્પ્યૂટર ચિપથી જોડાયેલા ઈયરફોન સ્વાસ્થ્યની જાણકારી પણ આપશે. 5G ટેક્નોલોજીથી ઇન્ટરનેટની સ્પીડમાં વધારો થશે. સેમસંગ, એપલ, એમેઝોન અને ગૂગલ સહિતની અનેક કંપનીઓએ 5G ટેક્નોલોજીને આધીન પોતાની પ્રોડક્ટ્સ બનાવવાની તૈયારી કરી છે.

ઘરોમાં વધારે કેમેરા સેન્સર જોવા મળશે-ટેક એનાલિસ્ટ કેરોલિના મિલાનેસી
મંગળવારથી શરૂ થતાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉમાં અનેક નવાં ટેક્નોલોજી ટ્રેન્ડ્સ જોવા મળશે. શૉમાં મુખ્ય આકર્ષણ 5G ટેક્નોલોજી રહેશે. તેનાથી સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સમાં અનેક સુધારા આવી શકે છે. રેફ્રિજરેટર, ટેલિવિઝન, વેક્યુમ ક્લીનર જેવી ઇન્ટરનેટથી જોડાયેલી પ્રોડક્ટ્સમાં હવે ટેક્નોલોજીનો વધારો ઉપયોગ થશે અને યુઝર પ્રોડક્ટ્સ મેન્યુઅલી ઓપરેટ કરવાની ઓછી આવશ્યકતા રહેશે. રિસર્ચ ફર્મ ક્રિએટિવ સ્ટ્રેટજીની ટેક એનાલિસ્ટ કેરોલિના મિલાનેસી અનુસાર હવે ઘરોમાં વધારે કેમેરા સેન્સર જોવા મળશે.

પ્રોડક્ટ સિરી અને ગૂગલ અસિસ્ટન્ટને પણ સપોર્ટ કરશે
એમેઝોન, એપલ અને ગૂગલની અનેક પ્રોડક્ટ્સ વિશ્વભરમાં અનેક ઘરો સુધી પહોંચી છે. આ પ્રોડક્ટ્સના વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ આપમેળે મ્યૂઝિક સંભળાવે છે, હોમ પ્રોડક્ટ્સ ઓપેરટ કરે છે અને રોબોટ વેક્યુમ ક્લીનર ચલાવે છે. સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ શ્રેષ્ઠ કામ કરે છે પરંતુ તેમને ઓપરેટ કરવી ક્યારેક મુશ્કેલ બને છે. તેથી મૉટે ભાગે લોકો કીચન ટાઇમર સેટ કરવા અને વાતાવરણની માહિતી મેળવવા જેવા કામો માટે વર્ચ્યુઅલ અસિસ્ટન્ટનો ઉપયોગ કરે છે. વર્ષ 2019માં ડિસેમ્બરમાં એમેઝોન, એપલ અને ગૂગલે જાહેરાત કરી છે કે આ તમામ કંપનીઓ તેમની સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ એકબીજા સાથે સંકળાયેલા રહે તે રીતે તૈયાર કરશે. તેનો અર્થ એ થાય છે કે જો યુઝર એલેક્સા સાથે કામ કરતા ઇન્ટરનેટ બલ્બની ખરીદી કરશે તો તે સિરી અને ગૂગલ અસિસ્ટન્ટને પણ સપોર્ટ કરશે.

એપલનો પ્રથમ 5G ફોન પણ આ વર્ષે આવી શકે છે
વર્ષ 2019માં વાયરલેસ ઈન્ડસ્ટ્રીએ 5G તરફ કદમ વધારવાની શરૂઆત કરી દીધી છે. 2020માં તેની સ્પીડ વધી જશે. ટેલિકોમ કંપની વેરિઝોનનું કહેવું છે કે, આશા છે કે અમેરિકા આ વર્ષે 5G સુધી પહોંચી જશે. આવનારા કેટલાક મહિનામાં 30 શહેર સુધી 5G પહોંચવાની આશા છે. કંપનીએ નવી વાયરલેસ ટેક્નોલોજી અનુરૂપ સ્માર્ટફોન બનાવવાની શરૂઆત કરી દીધી છે. સેમસંગે પોતાના કેટલાક ડિવાઈસમાં 5G ટેક્નોલોજી શરુ કરી દીધી છે. એપલનો પ્રથમ 5G ફોન પણ આ વર્ષે આવશે.

શરીર પર પહેરી શકાય તેવા કમ્પ્યુટર ગેજેટ્સની હાલ માર્કેટમાં જોરદાર સ્પર્ધા છે. લાંબા સમય સુધી વિયરેબલ્સ ગેજેટ્સ પર એપલનો દબદબો હતો. તેણે સ્વાસ્થ્ય પર નજર રાખનારી એપલ વોચ. એરપોડ્સ અને વાયરલેસ ઈયરબડ્સ લોન્ચ કર્યા. હવે શાઓમી, સેમસંગ અને હુવાવે કંપની પણ આ સ્પર્ધામાં ઝંપલાવી ચૂકી છે. ગૂગલે એપલની સરખામણીમાં અત્યાર સુધી 15 હજાર કરોડ રૂપિયામાં ફિટનેસ ગેજેટ મેકર ફિટબિટ ખરીધું છે.

રોબોટ, સેલ્ફ ડ્રાઈવિંગ કારઅને ડ્રોનની ક્ષમતા પર ભારે બદલાવ આવશે
5G ઘણી રીતે પડદાની પાછળ રહીને કામ કરશે. તે રોબોટ, સેલ્ફ ડ્રાઈવિંગ કાર અને ડ્રોન જેવા ડિવાઈસને આવનારી પેઢી માટે સરળ અને ઉપયોગી બનશે. ઉદાહરણ તરીકે જો તમારી કારમાં 5G છે અને અન્ય કારમાં પણ 5G છે તો તે એકબીજા સાથે વાતચીત કરી શકશે. તે બ્રેક મારતી વખતે કે લેન બદલતી વખત એકબીજાને સિગ્નલ મોકલશે.

પહેરી શકાય તેવા ગેજેટ્સમાં ઘણા ઈનોવેશન થવાની સંભાવના છે
ઈઅરફોન જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાં કમ્પ્યુટર ચિપ્સ લાગશે. રિસર્ચ ફર્મ ફોરેસ્ટરના એનાલિસ્ટ ફ્રેન્ક ગિલેટે કહ્યું કે, કંપનીઓ દ્વારા શરીર પર પહેરી શકાય તેવા ગેજેટ્સમાં ઈનોવેશન કરી શકે છે. ઈઅરફોન કાનના સંકેતથી સ્વાસ્થ્યની જાણકારી મેળવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Google Amazon Apple's smart home product will work together, 5G speed will be faster this year


from Divya Bhaskar https://ift.tt/2QrWDDl

No comments:

Post a Comment